Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 12:36:59 PM IST
 

માર્ક ઝુકરબર્ગનો સલમાનખાનના સ્વાંગમાં દેખાયો

Aug 11, 2012 World
 
Tags:   Facebook Marck Zuckerberg Privesy America comment     E-Mail     Print    
 
Viewed: 2602
Rate: 4.0
Rating:
Bookmark The Article

ન્યૂયોર્ક, તા. ૧૧
  • ફેસબુકના અધિકારી દ્વારા જ અકસ્માતે ફોટો લીક થયો
  • ફોટામાં ઝુકરબર્ગ અન્ય યુવકો સાથે હળવાશની પળોમાં દેખાઈ રહ્યો છે
  • થોડી જ સેકન્ડોમાં ફોટાને હટાવી લેવાયો હોવા છતાં નેટ પર લીક થયો

ફેસબુક જ્યારે તેના યૂઝર્સના પ્રાઇવસી સેટિંગને લઈને આલોચનાનો સામનો કરી રહી છે ત્યારે ફરી એકવાર આ સાઇટ પર પ્રાઇવસી અંગેની મોટી ખામી જોવા મળી છે. આ વખતના બનાવમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગનો શર્ટ પહેર્યા વિનાનો ફોટો અપલોડ થઈ જતાં નેટ પર લીક થઈ ગયો હતો.

કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગનો ફોટો અકસ્માતે જ સોશિયલ નેટર્વિંકગ સાઇટ ફેસબુક પર પોસ્ટ થઈ ગયો હતો. ફોટામાં ઝુકરબર્ગે શર્ટ પહેર્યો નથી અને તે હળવાશની પળો માણતો હોય તેમ લાગી રહ્યું છે. નવપરિણીત ઝુકરબર્ગ ફોટામાં બીજા અન્ય યુવાનો સાથે છે અને તે યુવાનોએ પણ શર્ટ પહેર્યાં નથી. ફેસબુક પર હંમેશાં પ્રાઇવસીને લઇને ફરિયાદ થતી રહી છે, આ વખતે તો ખુદ સીઇઓનો જ ફોટો લીક થઇ ગયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેસબુકના ડિરેક્ટર ઓફ એન્જિનિયરિંગ એન્ડ્રુ બોસવર્થ દ્વારા અકસ્માતે ફેસબુક પર અપલોડ થઈ ગયો હતો. બાદમાં તેણે માત્ર સેકન્ડોમાં જ ફોટાને સાઇટ પરથી હટાવી દીધો હતો, જો કે આટલા ટૂંકા સમયમાં પણ કોઈએ આ ફોટાને ઝડપી લઈને ઇમેજ સેરિંગ સાઇટ ઇમગુર પર અપલોડ કરી દીધો હતો. બાદમાં આ ફોટો ઇન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ ગયો હતો.

તાજેતરમાં જ ફેડરલ ટ્રેડ કમિશને ફેસબુકને આદેશ આપ્યો હતો કે કંપનીએ રેગ્યુલર ૨૦ વર્ષ સુધી પ્રાઇવસી સેટિંગનું ચેકિંગ કરવું પડશે તેમજ ફેસબુકને આ મામલે અન્ય દંડ પણ ફટકાર્યો હતો. ફોટો અકસ્માતે જ લીક થતાં ખુદ ઝુકરબર્ગ જ તેની વેબમાં ફસાયો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com