Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 08:24:29 AM IST
 

એસબીઆઇના નફામાં દોઢ ગણો વધારો

Aug 11, 2012 Business > Corporate News
 
Tags:   SBI Bank SBI Bank comment     E-Mail     Print    
 
Viewed: 600
Rate: 5.0
Rating:
Bookmark The Article

મુંબઇ, તા. ૧૧

નાણાકીય વર્ષ ૨૦૧૩ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો નફો આગલા વર્ષના સમાનગાળાના રૃ. ૧૫૮૩ કરોડથી ૧૩૭ ટકા વધીને રૃ. ૩૭૫૨ કરોડ થયો છે. પ્રથમ ક્વાર્ટરમાં બેન્કની નેટ વ્યાજની આવક ૧૪.૬૩ ટકા વધીને રૃ. ૧૧૧૧૯ કરોડ થઇ છે, જે અગાઉ ૯૬૯૯ કરોડ હતી. ઓપરેટિંગ નફો રૃ. ૭,૨૪૨ કરોડથી ૧૨.૯૦ ટકા વધીને રૃ. ૮,૧૭૭ કરોડ થયો છે. કુલ આવક રૃ. ૨૭,૭૩૨ કરોડથી ૧૬.૮૯ ટકા વધીને રૃ. ૩૨,૪૧૫ કરોડ થયો છે. કુલ વ્યાજ આવક રૃ. ૨૪૧૯૭ કરોડથી ૧૯.૫૦ ટકા વધીને રૃ. ૨૮૯૧૭ કરોડ થઇ છે.

ક્વાર્ટરથી ક્વાર્ટરના આધાર પર બેન્કની ગ્રોસ એનપીએ રૃ. ૩૯,૬૭૬ કરોડથી વધીને રૃ. ૪૭૧૫૬ કરોડ રહી છે. નેટ એનપીએ રૃ. ૧૫૮૧૮ કરોડથી વધીને રૃ. ૨૦,૩૨૧ કરોડ રહી છે. ગ્રોસ એનપીએ ૪.૪૪ ટકાથી વધીને ૪.૯૯ ટકા રહી છે. નેટ એનપીએ ૧.૮૨ ટકાથી વધીને ૨.૨૨ ટકા રહી છે. બેન્કનો સીએઆર ૧૩.૮૬ ટકાથી ઘટીને ૧૩.૧૭ ટકા રહ્યો છે.  ૩૦, જૂન સુધી એસબીઆઇનો કેપિટલ પ્રોવિઝન રેશિયો ૬૪.૨૯ ટકા રહ્યો છે. એનપીએ માટે બેન્કે રૃ. ૨૭૯૦ કરોડની જોગવાઇ કરી છે. બેન્કની કુલ પ્રોવિઝન ૨૪૫૬.૩ કરોડ રહી છે. એસબીઆઇએ ૮૯૫ કરોડની વધારાની પ્રોવિઝન કરી છે. એસબીઆઇની ધિરાણ વૃદ્ધિ ૨૦ ટકા વધીને રૃ. ૯.૪૬ લાખ કરોડ રહી છે. બેન્કની થાપણ વૃદ્ધિ ૧૬ ટકા વધીને ૧૧.૦૨ લાખ કરોડ રહી છે.

એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે, સામાન્ય રીતે પ્રથમ ક્વાર્ટરના પરિણામો નિરાશાજનક રહે છે. ૨૦૧૨ના વર્ષની બેન્કની કામગીરી ખૂબ સારી રહી છે. ઇક્વિટી રોકાણોના કારણે બેન્કને થનારી ખોટમાં સારો એવો ઘટાડો થયો છે. એસબીઆઇની કામગીરી આગામી દિવસોમાં પણ જળવાઇ રહેશે. તેમણે જણાવ્યું કે, નાની અને મધ્યમ કદની કંપનીઓના કારણે એનપીએમાં વધારો થયો છે. મોટી કોર્પોરેટની એનપીએ નિયંત્રણ હેઠળ લાવી દેવાઇ છે. વરસાદ ખેંચાતા ખેડૂતોની લોનમાં એનપીએ વધી છે પરંતુ વરસાદ આવશે તો તે પણ ઘટી જશે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com