મુંબઈ : ૧૧ ઓગસ્ટ ૨૦૧૨
સાઉથ મુંબઇનો મોહમ્મદઅલી રોડ હંમેશાં ટેસ્ટી ફૂડના શોખીનોથી ભરચક જ જોવા મળે છે, તેમાંય રમઝાન મહિનામાં અહીં સૌથી વધારે ભીડ જોવા મળે છે. મંગળવારે આ ફેમસ ફૂડગલી તેની બ્રાંડ ન્યૂ વિઝિટરથી ટોક ઓફ ધ ટાઉન બની ગઇ છે. કેટરિના કૈફ અને તેના કેટલાક મિત્રોએ અહીં કબાબ અને માલપુવાની મજા માણી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટરિનાએ ઘણીવાર આ જગ્યા વિશે સાંભળ્યું છે અને અહીં આવીને ટેસ્ટી ફૂડ ખાવાની લાંબા સમયથી તેની ઇચ્છા હતી. આ માટે કેટરિનાએ ડિરેક્ટર કબીરખાન અને તેની પત્ની મીની માથુરને તેને કંપની આપવા માટે મનાવી લીધાં હતાં એટલું જ નહીં, સલમાન ખાનની બહેન અલવીરા અને અર્પિતા પણ કેટરિનાને સાથ આપવા માટે ત્યાં પહોંચ્યાં હતાં.
કેટરિના જે સમયે અહીંનાં ફૂડનો ટેસ્ટ કરતી હતી, તેની એક ઝલક જોવા માટે ગલીની બહાર લોકોની ભીડ જામી ગઇ હતી. કેટરિનાના મિત્રે જણાવ્યું કે, જ્યારે તેઓ ઇફ્તાર પાર્ટીમાં બિઝી હતાં તે સમયે લોકોની ભીડ તેમને ઘેરી વળે તેવી સ્થિતિ થઇ હતી. જો કે, તેઓ સફળતાપૂર્વક બહાર નીકળી ગયાં હતાં.