રોહિણીકોર્ટ 12, ઓગષ્ટ
એયરહોસ્ટેસ ગીતિકા શર્મા સુસાઈટ મામલામાં શનિવારે મોટો ખુલાસો થયો છે. પોલીસે એવો ખુલાસો કર્યો છે કે ગીતિકા ઘણીવાર પ્રેગનેંટ થઈ ચુકી છે. તેનું અલગ અલગ જગ્યાએ અબોર્શન પણ કરવામાં આવ્યું છે. આ મામલામાં મુખ્ય ભૂમિકા રીતે જેની ધરપકડ કરવામાં આવી છે તે અરૂણા ચડ્ડાનો પોલીસ રિમાન્ડ માટેનો એક દિવસ વધારી દેવામાં આવ્યો છે.
આ પહેલા પોલીસે અદાલતને જણાવ્યું હતું કે અરૂણા સાથે ઘણા દસ્તાવેજ સબંધે પૂછતાછ કરવાની છે સાથે ઘણી એવી સિક્રેટ બાબતો છે જે ઓપન કોર્ટમાં રજું થાય તેમ નથી જેથી કોર્ટ રિમાન્ડ પેપરનો અભ્યાસ કરી જોઈ શકે છે. રિમાન્ડ પેપર જોયા બાદ કોર્ટે રિમાન્ડ માટેનો એક દિવસ વધારી આપ્યો હતો. પીટીઆઈ પ્રમાણે પોલીસે કોર્ટને જણાવ્યું કે અરૂણા ચડ્ડાને એવી જગ્યાએ ખુલાસો કરવા લઈ જવાની છે જ્યાં જ્યાં ગીતિકાની પ્રેગનેંસી ટર્મિનેશન કરવામાં આવી.