Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 02:26:49 AM IST
 

અમેરિકાની દસ બેસ્ટ માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ યુનિવર્સિટી

Aug 12, 2012 Supplements > Career
 
comment     E-Mail     Print    
 
Viewed: 568
Rate: 0
Rating:
Bookmark The Article

Edu. Watch - Dr. Sudhir Shah

હમણાં હમણાંથી એવું જોવામાં આવ્યું છે કે આપણાં ડોક્ટરો એમ.બી.બી.એસ થયા બાદ તુરંત જ અમેરિકાની યુનિવર્સિટીઓમાં 'માસ્ટર્સ ઓફ પબ્લિક હેલ્થ'નો કોર્સ કરવા જાય છે. એમપીએચનો ડિગ્રી કોર્સ રિસર્ચ કે ટીચિંગ પ્રત્યે નહીં, પણ પબ્લિક હેલ્થ પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ પ્રોગ્રામ આમ તો વિશ્વની બધી જ મેડિકલ કોલેજોમાં શીખવા મળે છે, પણ અમેરિકાની યુનિવર્સિટીઓમાં શીખવાડાતો આ કોર્સ બધા જ દેશોમાં શીખવાડાતા કોર્સ કરતાં ઉત્તમ છે. આ કોર્સ હેઠળ પાંચ મુખ્ય વિષયો જેમ કે, બાયોસ્ટેટિસ્ટિક, ઇપીડીમીઓલોજી, એન્વાયરન્મેન્ટલ હેલ્થ, હેલ્થ પોલિસી અને હેલ્થ એડમિનિસ્ટ્રેશન અને સોશિયલ અને વર્તણૂક વિજ્ઞાન શીખવવામાં આવે છે. હાલમાં 'માસ્ટર ઓફ પબ્લિક હેલ્થ પ્રોગ્રામ' હેઠળ 'ઓક્યુપેશનલ હેલ્થ ર્નિંસગ'નો વિષય પણ શીખવવામાં આવે છે. આ કારણસર ઘણી નર્સો પણ એમપીએચનો પ્રોગ્રામ કરવા અમેરિકા જાય છે. અમેરિકામાં જે લોકો ડોક્ટરની ડિગ્રી મેળવી ચૂક્યા હોય છે તેઓ એમપીએચ પ્રોગ્રામ હેઠળ પબ્લિક હેલ્થની પ્રેક્ટિસ કરી શકે છે. જ્યારે જેઓ ડોક્ટર ન હોય પણ મેડિસિનનો અભ્યાસ કરતા હોય તેઓ પબ્લિક હેલ્થ મેડિસિનનો વિષય ભણી શકે છે. માસ્ટર્સ ઇન પબ્લિક હેલ્થનો કોર્સ અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓ ધરાવે છે, પણ એમાંની ટોચની દસ યુનિવર્સિટીઓ નીચેની છે.

૧. જોન હોપકિન્સ યુનિવર્સિટી

૨. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલીના (ચેપલ હિલ)

૩. હાર્વર્ડ યુનિવર્સિટી

૪. યુનિવર્સિટી ઓફ મિશિગન (એન આરબર)

૫. કોલંબિયા યુનિવર્સિટી
૬. એમ્રોય યુનિવર્સિટી

૭. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન

૮. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (બર્કલી)

૯. યુનિવર્સિટી ઓફ મિનેસોટા (ટ્વિન સિટી)

૧૦. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (લોસ એન્જલસ)

જોન હોપકિન્સ યુનિવર્સિટી

બાલ્ટીમોરમાં આવેલી ૧૪૦ એકરનું વિશાળ કેમ્પસ ધરાવતી આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે. પ્રવેશ મળ્યા બાદ પણ વિદ્યાર્થીઓએ ત્યાં ભણવા માટે રાતોની રાતો જાગરણ કરવું પડે છે. કુલ ૫,૫૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો નબળા વિદ્યાર્થીઓ માટે અશક્ય છે. એની ફી પણ બીજી યુનિવર્સિટીઓની સરખામણીમાં ખૂબ જ વધારે છે. એમ કહેવાય છે કે જોન હોપકિન્સના પ્રોફેસરોએ જે શોધખોળ કરી હોય છે એને તેઓ એમના વિદ્યાર્થીઓને શીખવે છે. આથી અહીં અપાતું શિક્ષણ તાજું અને નાવિન્યસભર હોય છે. અહીં ભણતા વિદ્યાર્થીઓમાંના ૭૭ ટકા વિદ્યાર્થીઓ એમની હાઈસ્કૂલની પરીક્ષામાં પહેલા દસમાં ઉત્તીર્ણ થયા હોય છે અને આથી જ જોન હોપકિન્સના વિદ્યાર્થીઓ બુકવર્ક તરીકે ઓળખાય છે. ભારતના હોશિયાર ડોક્ટરો આ યુનિવર્સિટીને પ્રથમ પસંદગી આપે છે. 

sudhirshah@sudhirlaw.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com