Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:55:41 PM IST
 

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં અનિલ અંબાણીનાં વળતરમાં ૫.૫ કરોડનો કાપ

Aug 12, 2012 Business > Business News
 
Tags:   Anil Ambani Ajim Premji RIL comment     E-Mail     Print    
 
Viewed: 444
Rate: 0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૨

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીને તેમનાં રિલાયન્સ ગ્રૂપની ચાર મુખ્ય કંપનીઓમાંથી મળનારાં કુલ વળતરનો એક તૃતિયાંશ કાપ મૂકવામાં આવ્યો છે એટલે કે તેમણે કુલ વળતરમાંથી ૫.૫ કરોડ રૂપિયાનું વળતર મેળવ્યું હતું જ્યારે નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં અનિલ અંબાણીએ તેમની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આર-કોમ), રિલાયન્સ પાવર (આર-પાવર), રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર (આર-ઇન્ફ્રા) અને રિલાયન્સ કેપિટલ (આર-કેપ)ના ચેરમેન તરીકે એકંદરે ૧૭ કરોડ રૂપિયા વળતર લીધું હતું.

  • ૨૦૧૦-૧૧માં તેમણે રિલાયન્સ ગ્રૂપની ચારેય કંપનીમાંથી ૧૭ કરોડ રૂપિયા વળતર લીધું હતું
  • તેમણે રિલાયન્સ કોમ્યુનિકેશન્સમાંથી સતત ત્રણ વર્ષ સુધી એકેય વાર કમિશન લીધું નથી

અનિલ આ ચારેય કંપનીમાંથી પગાર લેતા નથી, પરંતુ બોડ્ર્સ તથા અન્ય કમિટીઝની મિટિંગમાં હાજરી આપવા બદલ ફી મેળવે છે, ઉપરાંત કંપનીના નિયમો મુજબ તેઓ તેમાંથી કમિશન મેળવવાને પાત્ર પણ છે.

જોકે આર-પાવર, આર-કેપ તથા આર-કોમના તાજેતરના ર્વાિષક અહેવાલ મુજબ અંબાણીએ ગત નાણાકીય વર્ષ દરમિયાન આ ત્રણેય કંપનીઓ પાસેથી કમિશન લીધું નહોતું. તેમણે આર-કોમમાંથી નાણાકીય વર્ષ ૨૦૦૯-૧૦થી અત્યાર સુધી (સતત ત્રણ વર્ષ સુધી) એકેય વાર કમિશન લીધું નથી.

આવા ઘણા ઉદ્યોગપતિઓ છે

ઉદ્યોગનિષ્ણાતોના જણાવ્યાનુસાર, ભારતીય કંપનીના આવા ઘણા ઉચ્ચ અધિકારીઓ પગાર ન લેવા ઉપરાંત જાતે જ તેમનાં વળતર પર કાપ મૂકે છે. ભારતી એરટેલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સુનીલ ભારતી મિત્તલે પણ ગત નાણાકીય વર્ષમાં તેમને મળતાં કુલ વળતર ૨૧.૩ કરોડ રૂપિયામાં ૨૨ ટકા (૬.૨ કરોડ રૂપિયા)નો કાપ મૂક્યો હતો. તેણો કુલ ૭૦ કરોડ રૂપિયાનું વળતર મેળવવા પાત્ર છે. નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૨માં આઇટી માંધાતા વિપ્રોના વડા અઝીમ પ્રેમજીનાં વળતરમાં પણ ૧.૯ કરોડનો કાપ મૂકવામાં આવ્યો હતો. અનિલ અંબાણીના મોટાભાઈ મૂકેશ અંબાણીએ પણ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન તરીકે તેમને મળનારું ર્વાિષક પેકેજ ચાર વર્ષ માટે ૧૫ કરોડ રૂપિયા સુધી મર્યાદિત કર્યું હતું.

 ઉદ્યોગપતિઓ ૨૦૧૧-૧૨માં મળનારા વળતરમાં કાપ
અનિલ અંબાણી
૫.૫ કરોડ રૂપિયા
સુનીલ ભારતી મિત્તલ
 ૬.૨ કરોડ રૂપિયા
અઝીમ પ્રેમજી
૧.૯ કરોડ રૂપિયા
 
  • રિલાયન્સ ગ્રૂપ કંપનીઝનાં નાણકીય વર્ષ ૨૦૧૧-૧૨ના અહેવાલ મુજબ,
  • એક મિટિંગમાં હાજરી આપવા બદલ અનિલ અંબાણી તેમની ચાર કંપનીમાંથી આટલી ફી મેળવે છે.
આર
પાવર   ૮૦,૦૦૦
આર
ઇન્ફ્રા   ૧,૦૦,૦૦૦
આર
કેપ      ૧,૦૦,૦૦૦
આર
કોમ     ૨,૬૦,૦૦૦

કુલ      ૫,૪૦,૦૦૦.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com