ફિલ્મને સારો પ્રતિસાદ મળે કે ના મળે, પણ કમાણી કરે એટલે તે ફિલ્મની સિક્વલ બનાવવામાં આવે તે નક્કી હોય છે. પૂજા ભટ્ટે 'જિસ્મ-૨' બનાવી અને સુપરફ્લોપ સાબિત થઈ પણ સન્ની લિઓનને કારણે ફિલ્મની આવક ઊભી થઈ ગઈ. 'જિસ્મ-૨' કોઈ મોટા બજેટની ફિલ્મ હતી નહીં અને ફિલ્મને મળેલો શરૂઆતી ફાયદો તે ફિલ્મને નફો કરાવી ગઈ. પૂજા ભટ્ટે તો દર વર્ષે 'જિસ્મ' બનાવવાનું નક્કી કર્યું છે અને ૨૦૧૩માં 'જિસ્મ-૩' આવશે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે નથાલિયા કૌર છે, જેણે 'ડિપાર્ટમેન્ટ' ફિલ્મમાં આઇટમ સોંગ કર્યું હતું. 'જિસ્મ-૨'નું પ્રથમ પોસ્ટર પણ તેના નામે જ હતું. પૂજાએ જણાવ્યું હતું કે 'જિસ્મ-૩'માં બે હિરોઇન છે અને નથાલિયા તેમાંની એક છે. 'જિસ્મ-૩'માં સન્ની લિઓન હશે તેઓ સવાલ પૂજાને કર્યો તો તેણે જવાબ આપ્યો હતો કે 'જિસ્મ-૨' વખતે પણ બધાએ બિપાશા બાસુનું કહ્યું હતું, પણ હકીકતમાં એવું ના થયું. અત્યારે તે વિશે કહેવું જલદી થઈ જશે. મારા માટે ખરું એક્સાઇટમેન્ટ એ છે કે દર વખતે મને નવી ફેન્ટસી કરવા મળે છે. પૂજા તમારી પાસે હજી એક સારી તક છે. પોર્ન સ્ટારને બદલે બીજે ક્યાંક નજર દોડાવો.