મુંબઈ, 16 ઓગસ્ટ
કલર્સ ચેનલ પર આવતી સિરીયલ 'ઉત્તરન' થી વીર અને તપસ્યાનાં પાત્રથી પ્રખ્યાત બનેલ નંદીશ સંધૂ અને રશ્મિ દેસાઈએ લગ્ન કરી લીધાં છે. જો કે સૂત્રોનાં જણાવ્યાં અનુસાર હાલમાં આ બંને પતિ પત્ની વચ્ચે થોડી તકરારો ચાલી રહી છે.
સૂત્રો જણાવે છે કે નંદીશ એકદમ દિલફેંક સ્વભાદ ધરાવે છે, જે રશ્મિને પસંદ નથી. નંદીશનાં સ્વભાવનાં કારણે બંને વચ્ચે તકરારો વધી ગઈ છે. જો કે નંદીશ પોતે પણ પોતાના લગ્નને બચાવવાની કોશિશ કરી રહ્યો છે. હાલમાં તો બંને પોતાના કેરિયર પર ધ્યાન આપી રહ્યાં છે. બંને જણાં હાલમાં પોતાની સાથે સમય પસાર કરી શકાય તેના માટે રજાઓ ગાળવા માટે ગયાં છે. જો કે નંદીશે આ મામલે કંઈપણ કમેન્ટ્સ આપવાની ના પાડી છે.