Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:27:51 PM IST
 

શરીરમાં પાણીનું મહત્ત્વ અને જરૂરિયાત

Aug 17, 2012 Supplements > Stree
 
comment     E-Mail     Print    
 
Viewed: 2257
Rate: 0
Rating:
Bookmark The Article

ડાયેટીશિયનની કલમે - સોહિની શાહ BS,RD(usa)

આશરે ૪૫-૭૫% જેટલું પાણી લોકોના શરીરમાં હોય છે. લોકોના શરીરમાં વધારે પાણી જમા કરવાની ક્ષમતા હોતી નથી એટલે જેટલું પાણી આપણે ગુમાવીએ છીએ તેટલું જ પાણી શરીરમાં જવું જરૂરી છે.

કોઈ પણ પરિસ્થિતિમાં આપણે પાણી ગુમાવીએ છે અને તેનાથી શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. ઉ.દા. તરીકે તાવ આવવો, પર્યાવરણની ગરમી વધારે પડતી કસરત કરવાથી પરસેવા રૂપે જે પાણી આપણે બાળીએ છે તેનાથી શરીર પાણી ગુમાવે છે. તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ ગયું છે. તેની નિશાનીઓ જેમ કે થાક લાગવો, માથાનો દુખાવો થવો, પેશાબમાંથી ગંદી દુર્ગંધ આવવી, તેમજ તેનો રંગ બદલાય છે. શરીરના વજનમાં ૨૦ % જ જેટલું પામી ઓછું થાય તો માણસ કોમામાં જતો રહે. જ્યારે શરીરમાંથી ૧.૨ % જેટલું પાણી ઓછું થાય તો થાક અને માથાના દુખાવાને વધવાના કારણે શરીરની સજાગતા અને ધ્યાન ધરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. આના કારણે તમારી નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય છે. મોટી ઉંમરના તેમજ નાનાં બાળકોની ઉંમરના લોકોમાં પાણી ઓછું થઈ જાય છે. ઉંમરની સાથે આપણને તરસ લાગી છે કે નહીં તે ખબર નથી પડતી એટલે મોટી ઉંમરના લોકોએ તેમણે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

પુખ્તવયના લોકોના શરીરમાંથી પાણી ખૂબ જલ્દી ઓછું થઈ જાય છે તેથી તેમણે વધારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળામાં પરસેવાને કારણે ખૂબ જ પાણી ઘટી જાય છે. તેથી દરેક માતાએ તેમના બાળકોને જુદાં જુદાં પ્રકારે પાણી પૂરું પાડવું જોઈએ જે પાણી આપણે પરસેવા રૂપે ગુમાવીએ છીએ તે પાણી પાછું મેળવવા માટે આપણે લીંબુનું શરબત, તરબૂચનો રસ, છાશ, નાળિયેરનું પાણી અને ખાસ કરીને સાદું પાણી વધારે લેવું જોઈએ.

સામાન્ય રીતે ઈલેક્ટ્રોલ પાઉડર પણ મળે છે જે તમે પાણીમાં નાખીને પી શકો. જે પીવાથી શરીરમાં ઘટેલા સોડિયમ, પોટેશિયમ વગેરે ઈલેક્ટ્રોલાઈટ પાછા મળી રહે છે. શરીરમાં સોડિયમનું ખૂબ જ મહત્ત્વ હોય છે- પણ તેના માટે વધારે મીઠું ખાવાની જરૂર નથી હોતી. જ્યારે વધારે કસરત, એટલે કે ગરમીમાં તમે ૧-૨ કલાક જેટલી કસરત કરો છો ત્યારે ઈલેક્ટ્રોલ પાઉડર વાપરી શકો છો.

સામાન્ય રીતે ઉનાળામાં રાધેલો ખોરાક બગડી જાય છે

* ૨ કલાકથી વધારે રાંધેલો ખોરાક સામાન્ય રૂમના તાપમાનમાં સંગ્રહ ન કરવો જોઈએ.

* રાંધેલો ખોરાક બને ત્યાં સુધી ફ્રીજમાં મૂકવાનું રાખો.

* મોસમી ફળો ખાવાનું રાખો જેમ કે દ્રાક્ષ, તરબૂચ, ટેટી, સંતરા, નાળિયેર પાણી.

* આ પ્રકારના ફળોમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે. જેમાંથી આપણા શરીરને જરૂરી એવા મિનરલ્સ અને પોષક તત્ત્વો જેમ કે પોટેશિયમ પૂરું પાડે છે. જે આપણા શરીર માટે જરૂરી છે.

* સામાન્ય રીતે ઉનાળામાં તમારા શરીરને ખૂબ જ વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. તેથી ઓછામાં ઓછું ૨-૪ ગ્લાસ વધારે પાણી પીવું જોઈએ.

* ઓછામાં ઓછું ૧૨-૧૫ ગ્લાસ પાણી દિવસ દરમિયાન પીવું જોઈએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com