Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 08:47:12 AM IST
 

ખંભાળિયા તાલુકાના સરપંચ એસો.ના આંદોલનનો અંત

Aug 18, 2012 Rajkot > Jamnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 249
Rate: 0
Rating:
Bookmark The Article

ખંભાળિયા,તા,૧૭:

ખંભાળિયા પંથકમાં વરસાદના અભાવે સર્જાયેલ પાણી અને ઘાસચારાની વિકટ સ્થિતિના નિવારણ માટે સરપંચો અને ગ્રામજનો દ્વારા હાથ ધરવામાં આવેલ ઉપવાસ આંદોલન ખાતરી બાદ સમેટી લેવામાં આવ્યું હતુ.

  • ઘાસચારા અને પાણીના પ્રશ્ને
  • અધિકારીઓની મધ્યસ્થી બાદ સુખાંત

તાલુકા સરપંચ એસો. દ્વારા મોટી સંખ્યામાં ગ્રામજનોની રેલી બાદ નાયબ કલેકટર કચેરી નજીક છાવણી નાખીને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતુ. પાણી અને ઘાસચારા સહિતના પ્રશ્નો ઉકેલવા માટે ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયા અને નાયબ કલેકટર શાહ સહિતના અધિકારીઓની મધ્યસ્થી સાથેની ખાતરી આપવામાં આવતા આંદોલન સમેટી લેવામાં આવ્યું હતુ. આંદોલનના સુખાંત માટે હરેન્દ્વ કાનાબારે જહેમત ઉઠાવી હતી.

સરપંચ એસો.ની આંદોલનની ચીમકી

ખંભાળિયાઃખંભાળિયા ગ્રામ્ય પંથકના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ફરી આંદોલન કરવાની ચીમકી સરપંચ એસો દ્વારા આપવામાં આવી છે. તેમ ભીખાભાઈ અને લાલજીભાઈ નકુમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com