Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:35:33 AM IST
 

૧૦૦ ચો.મી.થી વધુનાં ગેરકાયદે બાંધકામોને જંગી રાહતો અપાઈ

Aug 18, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1734
Rate: 4.0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા.૧૭

૨૦મી ફેબ્રુઆરી-'૧૨થી મૂકેલા ધી ગુજરાત રેગ્યુલરાઈઝેશન ઓફ અનઓથોરાઈઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ-૨૦૧૧માં ઈમ્પેક્ટ ફી નક્કી કરવા માટે ૧લી જૂન- ૨૦૧૨ના રોજ નિયત થયેલી નવી ફોર્મ્યુલામાંથી ૧૦૦ ચોરસ મીટર સુધીના ગેરકાયદે બાંધકામમાંથી જંત્રીની ગણતરીને રૂખસદ આપવામાં આવી હતી. આ ગણતરી મુજબ ૧૦૦ ચો.મી.થી વધુ અનઅધિકૃત બાંધકામ ધરાવતી મિલકતોને ખાસ કોઈ રાહતો મળી નહોતી. આથી શુક્રવારે જાહેર કરાયેલા નવા રેટ્સમાં આ પ્રકારના બાંધકામોને માન્યતા મેળવવામાં મિલકત માલિકોને જંગી ફાયદો થવાના અણસાર છે.

  • ઔદ્યોગિક- કોર્મિશયલ વપરાશમાં પણ રહેણાંકની જંત્રીના હિસાબે ગણતરી
  • મંજૂરીને પાત્ર હોય તેવાં તમામ બાંધકામોમાં ઈમ્પેક્ટ ફી વગર નિયમિત થશે
  • ૧૦૦ ચો.મી.થી વધુ ગેરકાયદે જગ્યામાં ૬ કેટેગરીમાં નિયમભંગની ગણતરી
  • રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામોને નિયમિત કરી આપવા મોટા ઉપાડે જાહેર કરેલી ઈમ્પેક્ટ ફી યોજનાને રાજ્યભરમાં કંગાળ પ્રતિસાદ સાંપડતાં હવે ચૂંટણીમાં કોઈ નેગેટિવ ઈમ્પેક્ટ ન પડે તે માટે ધરખમ સુધારા સહિત હળવી ફૂલ યોજના લાવવાની સરકારને ફરજ પડી છે. અલબત્ત આ સુધારાને કેવો સાદ સાંપડશે તે તો આવનારો સમય જ કહેશે

૧લી જૂનના રોજ જાહેર થયેલી નવી ફોર્મ્યુલામાં જે મિલકતોમાં ૧૦૦ ચોરસમીટરથી ઓછુ ગેરકાયદે બાંધકામ હોય તેના માટે જ રાહતોની જાહેરાત થઈ છે. પરંતુ, જે મિલકતોમાં ૧૦૦ ચો.મી.થી વધુનું બાંધકામ હોય તો તેની ઈમ્પેક્ટ ફીની ગણતરી માટે જૂની ફોર્મ્યુલા જ યથાવત રહી હતી. ઈમ્પેક્ટ ફીના દરોમાં ત્રીજી વખત થયેલા સુધારાઓમાં પણ જંત્રી આધારે જ ગણતરી થવાની છે. પરંતુ, આ વખતે તેના દરોમાં જંગી ઘટાડો થયો છે. કાયદા દ્વારા નિયુક્ત થયેલા અધિકારી દ્વારા ગેરકાયદે ઘોષિત થનાર બાંધકામના વિસ્તાર ઠ જંત્રી= ઈમ્પેક્ટ ફી ! આ માટે મિલકતમાં બાંધકામના નિયમો, સ્થાનિક મહાનગરપાલિકા, પાલિકા કે સત્તામંડળના જીડીસીઆર અનુસાર જે જે નિયમોનો ભંગ થતો હશે તેને ૬ કેટેગરીમાં વિભાજીત કરીને ઈમ્પેક્ટ ફીની ગણતરી થશે. આવા કિસ્સાઓની અરજી જૂની ફોર્મ્યુલા મુજબ જ સ્વિકારાશે. તેનો નિકાલ થશે.

માત્ર ૧૦૦ ચો.મી. જ નહિ હવે ઔદ્યોગિક કે કોર્મશિયલ વપરાશ હેઠશની મિલકતમાં પણ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા માટે વધારાના તમામ વિસ્તારને હવે રહેણાંકનો વિસ્તાર ગણવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે તેની ગણતરી પણ રહેણાંકની જંત્રીના હિસાબે થશે. અગાઉ રહેણાંકમાં ૨૫ ટકા કોર્મશિયલ= ૧૦૦ ટકા રહેણાકની ફોર્મ્યુલા હતી. જેના બદલે હવે તમામ વિસ્તાર રહેણાંક સ્વરૂપે ગણાશે. જેથી ઈમ્પેક્ટ ફીમાં પણ માતબાર ધટાડો થશે.

ગુજરાત સરાકરે ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ અરજી કરવાની મુદત ૬ મહિના લંબાવવાની સાથે સૌથી મોટો નિર્ણય અગાઉથી મંજૂર થયેલી મિલકતોમાં થયેલા ગેરકાયદે બાંધકામ સંદર્ભે કર્યો છે. શહેરી વિકાસ મંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યુ હતુ કે, અગાઉના વર્ષોમાં કોઈ મિલકતમાં મંજૂર કર્યા કરતા પણ વધારે બાંધકામ થયુ હોય, અને આવી મિલકતો નિયમિત કે મંજૂર થવાને પાત્ર હોય તો તેવા કિસ્સાઓમાં એક પણ રૂપિયાની ઈમ્પેક્ટ ફી લેવામાં આવશે નહી. અગાઉ આવા કિસ્સામાંઓમાં જંત્રીના ૨૫ ટકા વસૂલવામાં આવતા હતા.

૧૦૦ ચો.મી.થી વધુ ગેરકાયદે બાંધકામના ક્ષેત્રફળ માટે જૂની-નવી ફોર્મ્યુલાનો તફાવત

ગ્રાઉન્ડ કવરેજ

પહેલા વધારાના રહેણાક બાંધકામ પેટે જંત્રીના ૩૫ ટકા અને બિનરહેણાક બાંધકામના કિસ્સામાં જંત્રીના ૬૦ ટકા ફી લેવાતી હતી.

હવેથી રહેણાંકમાં રૂ.૨૦,૦૦૦ + વધારાના ક્ષેત્રફળમાં જંત્રીના ૧૫ ટકા, બિનરહેણાંક કિસ્સામાં ઔદ્યોગિકમાં રહેણાંકની સમકક્ષ જંત્રીના ૧૫ ટકા, કોર્મશિયલમાં જંત્રીના ૩૦ ટકા

બિલ્ડપ એરિયા

પહેલા ગ્રાઉન્ડ ફ્લોર સહિત કોઈપણ માળ ઉપર વધારના રહેણાક બાંધકામ માટે જંત્રીના ૨૦ ટકા અને બિનરહેણાક કિસ્સામાં જંત્રીના ૪૦ ટકા.

હવેથી રહેણાંક માટે જંત્રીના માત્ર ૧૦ ટકા, અને બિનરહેણાંકમાં ઔદ્યોગિકમાં જંત્રીના ૧૦ ટકા, કોર્મશિયલમાં જંત્રીના ૨૦ ટકા જ વસૂલાશે.

મકાનની ઊંચાઈ

પહેલા મળવાપાત્ર ઊંચાઈ કરતા વધારાની ઊંચાઈના ફ્લોર માટે જંત્રીના ૧૦ ટકા

હવેથી જંત્રીના માત્ર ૨ ટકા ભર્યેથી મિલકત કાયદેસર થઈ શકશે.

કોમન પ્લોટ

કોમન પ્લોટમાં થયેલા બાંધકામો માટે ૧૦૦ ટકા જંત્રી ભર્યેથી કાયદેસરતા

હેતુફેર

પહેલા મંજૂર ઉપયોગને બદલે હેતુફેર થયો હોય તેવા બાંધકામો માટે જંત્રીના ૪૦ ટકા ફી

હવેથી માત્ર ૧૦ ટકા જંત્રી જ વસૂલાશે.
પાર્કિગ

જીડીસીઆર મુજબ આવશ્યક પાર્કિગ કરતા ઓછો વિસ્તાર હોય ત્યાં બાકીની જગ્યા માટે દોઢી જંત્રી વસૂલાશે. જીડીસીઆર મુજબ મળવા પાત્ર હોય તેટલા ક્ષેત્રફળ માટે જંત્રીના ૨૫ ટકા જંત્રી વસૂલાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com