મુંબઈ, 18 ઓગસ્ટ
મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ટેલિવિઝન ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ' (કેબીસી)ની છઠ્ઠી સિઝન માટે બોલિવૂડની સંગીતકાર બેલડી સલીમ-સુલેમાન સાથે મળીને એક સોન્ગનું રેકોર્ડિંગ કર્યું છે. ૬૯ વર્ષીય મહાનાયકના જણાવ્યા પ્રમાણે, કેબીસીની છઠ્ઠી સિઝન માટે મોક રિહર્સલ્સ શરૃ થઇ ચૂક્યાં છે, કેમ કે આ સિઝન ૭ સપ્ટેમ્બરથી શરૃ થઇ રહી છે.
અમિતાભે મુંબઇમાં સલીમ-સુલેમાનના રેકોર્ડિંગ સ્ટુડિયો ખાતે સોન્ગનું રેકોર્ડિંગ કર્યું હતું અને આ અનુભવને ફળદાયી ગણાવ્યો હતો. તેમણે તેમના બ્લોગ પર એમ પણ જણાવ્યું હતું કે સોન્ગના રેકોર્ડિંગ વખતે તેમના પેટમાં પતંગિયાં ઊડતાં હતાં.