Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 04:47:02 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ખંભાળિયા માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન - વાઇસ ચેરમેન બિન હરીફ

Aug 19, 2012 Rajkot > Jamnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 197
Rate: 0
Rating:
Bookmark The Article

ખંભાળિયા તા. ૧૮

ખંભાળિયા શહેર તથા તાલુકા માટે મહત્વનાં એવા અહિંના માર્કેટીંગ યાર્ડની કોંગ્રેસ પ્રેરીત બોડી તાજેતરમાં બીન હરીફ થયા બાદ યાર્ડના પ્રમુખ - ઉપપ્રમુખ પણ બીન હરીફ વરાયા છે.

  • કોંગ્રેસના શાસનનું પુનરાવર્તન થયું

અહિંના માર્કેટીં યાર્ડના ભાજપ પાસેથી ગત ટર્મમાં કોંગ્રેસ દ્વારા સાસન મેળવાયા બાદ છેલ્લા પાંચેક વર્ષનાં સમય ગાળા દરમિયાન યાર્ડમાં આમુલ પરિવર્તન સાથે વિકાસ અને નોંધપાત્ર પુરાંત બાદ ગત માસમાં યોજાયેલ ગયેલ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ખેડુત વિભાગની આઠ, વેપારી વિભાગની ચાર તથા ખરીદ - વેંચાણ મંડળીની બે મળી તમામ ૧૪ બેઠકો કોંગ્રેસના ચેરેન પી. એસ. જાડેજાની રાહબરી હેઠળ બીન હરીફ થયા હતા.

અહિંના યાર્ડના પ્રમુખ - ઉપપ્રમુખ પદ માટેની સામાન્ય ચૂંટણી શુક્રવારે માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાઇ હતી. જેમાં યાર્ડના આગામી સુકાની તરીકે તત્કાલીન ચેરમેન પી.એસ. જાડેજા પુનઃ બીનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. આ સાથે ઉપપ્રમુખ તરીકે યાર્ડના ખેડુત વિભાગનાં હકાભાઇ પાલાભાઇ વસરાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

યાર્ડના પ્રમુખ - ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીની કાર્યવાહી જામનગર જિલ્લા રજીસ્ટ્રાર જે. એમ. જડેજા દ્વારા કરવામાં આવી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com