Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 03:50:42 PM IST
 

જામનગરમાં ત્રણ સ્થળે જૂગાર દરોડા ૨૬ શખ્સો ૧.૪૨ લાખ સાથે ઝડપાયા

Aug 19, 2012 Rajkot > Jamnagar
 
Tags:   Local News comment     E-Mail     Print    
 
Viewed: 207
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર,તા.૧૮

જામનગરમાં જુદા જુદા ત્રણ સ્થળે ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી કુલ મળી ૨૬ શખસોની ધરપકડ કરી રૂ.૧.૪૨ લાખનો મુદામાલ કબજે કર્યો છે. પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર અહીં પટેલ કોલોની-૧માં આવેલ લવકુશ એપાર્ટમેન્ટમાં મનદીપ રાજુભાઇ સોલંકીના કબજા ભોગવટાવાળા મકાનમાં તેનો સાળો રવિ દિનેશભાઇ સાપરિયા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા પોલીસે પાડેલા દરોડામાં ૧૦ શખ્સો ગંજીપતાની જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ જતાં પોલીસે તમામની ધરપકડ કરી તેમની પાસે રૂ.૧૮૯૦૦ની રોકડ રકમ ઉપાંત મોબાઇલ વગેરે મળી રૂ.૩૦૯૦૦નો મુદામાલ કબજે કર્યો હતો. દરોડા વખતે મકાન માલિક મનદીપ સોલંકી નાસી ગયો હતો.

  • બનેવીના મકાનમાં સાળાએ જૂગારધામ શરૂ કર્યું

જુગારના આ દરોડામાં રંગેહાથ ઝડપાયેલામાં હિરેન લવજી મનીષ કાંતિલાલ ખેતાણી, પ્રશાંત અરૂણભાઇ વ્યાસ, જય સાપરિયા, ચેતન શશીકાંત ઘેટીયા જીજ્ઞોશ ધીરજલાલ વરસાણી મયુર ભુપતભાઇ રાઠોડ, ચિરાગ પ્રેમચંદ ધામેચા હિરેન ધીરજલાલ વરસાણી તથા રવિ દિનેશ સાથરિયાનો સમાવેશ થાય છે.

પોલીસે જુગારનો બીજો દરોડો નિલકમલ સોસાયટીમાં ઘેલુભા ભીખામા જાડેજાના નિવાસ સ્થાને ચાલતા જુગાર પર દરોડો પાડયો હતો. જયાંતી ગંજીપતાનો જુગાર રમી રહેલા ૭ ઇસમોને પોલીસે રૂ.૨૯૭૮૦ ની રોકડ રકમ નાલના રૂ.૧૦૦૦ તથા મોબાઇલ વગેરે મળી રૂ.૩૩૮૭૦ના મુદામાલ સાથે પકડી પાડયા હતા. આ દરોડામાં ઝડપાયેલામાં ઘેલુભા ભીખુભા જાડેજા મદદઅલી આમદ હેમાણી, અમીન સમસુદીન મીનસારિયા, ઝુલ્ફીકારઅલી મુરાણી, મોએઝ નાઝદીન વેરસિયા, સુખદેવસિંહ મોટુભા જાડેજા ઉમેદસિંહ મારૂભા વાઘેલાનો સમાવેશ થાય છે.

મીનારાફળીઃ અહી આસીફ ઉર્ફે મહમદ હુશેનના મકાનમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા ૯ ઇસમોને પોલીસે રૂ.૭૧૧૦૦ની રોકડ રકમ મોબાઇલ વગેરે મળી રૂ.૭૭૧૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી તમામની ધરપકડ કરી હતી. આ દરોડામાં પકડાયેલામાં આસિફ ઉર્ફે મહમદ હુશેન અનિલ ઉર્ફે જેંગો પ્રાણજીવન અતુલ ઉર્ફે લાલુ ખવાસ ઉંમર સંઘાર રફિક દેથા નજીર મહમદ હુશેન આબિદ અસગર વોરાજી ઓસમાણ ઉંમર અસરાયા જુનેદ રજાક ચૌહાણનો સમાવેશ થાય છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com