નવી દિલ્હી, 19 ઓગસ્ટ
દિલ્હી પોલીસનાં જણાવ્યાં અનુસાર પૂર્વ એરહોસ્ટેસ ગીતિકા શર્મા આત્મહત્યા મામલે નવાં સબૂતો મળ્યાં છે, જેનાં આધાર પર તેઓ મામલાની હકીકતને કોર્ટમાં રજૂ કરશે. શનિવારનાં રોજ કાંડાએ દિલ્હી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું, પરંતુ તે છેલ્લાં 12 દિવસથી ક્યાં હતો તેની જાણકારી તેણે પોલીસને આપી નથી. જો કે પોલીસને કાંડાનાં જણાવ્યાં પ્રમાણે તે હેલિકોપ્ટરમાં બેસીને પોતાના લોકેશન બદલ્યાં કરતો હતો.
શનિવારનાં રોજ કાંડાને રોહિણી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને દિલ્હી પોલીસે 14 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે કાંડાને સાત દિવસનાં રિમાન્ડ પર લેવાનો આદેશ કર્યો હતો. બીજી તરફ કાંડાની એરલાયન્સ કંપનીની મેનેજર અરુણા ચડ્ઢાની પણ દિલ્હી પોલીસ પૂછપરછ કરી રહી છે.