Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:16:15 PM IST
 

ચેરીલ કોલ એક્સ ફેક્ટરના ડાન્સર સાથે હાલ ડેટિંગ પર

Aug 19, 2012 Entertainment > Hollywood
 
Tags:   Cheryl Cole X-Factor Ashley Cole Tre Holloway comment     E-Mail     Print    
 
Viewed: 830
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 19 ઓગસ્ટ

૨૯ વર્ષીય ન્યુકાસ્ટલમાં જન્મેલી પોપસ્ટાર અને અભિનેત્રી ચેરીલ કોલ એક્સ ફેક્ટરના ડાન્સર સાથે હાલ ડેટિગ કરી રહી હોવાના અહેવાલ મળ્યા છે. ૨૯ વર્ષીય આ સ્ટાર ડાન્સર ટ્રે હોલોવે સાથે હાલ નજરે પડી છે. લાસવેગાસમાં ચેરીલ કોલે પોતાના જન્મદિવસની ઉજવણી કરી છે. અહેવાલ મુજબ આ બંને ઘણા દિવસથી ગુપ્ત ડેટિંગ ઉપર છે. ઇંગ્લીશ રેર્કોર્ડિંગ, આર્ટિસ્ટ, સોંગ રાઈટર, ડાન્સર અને મોડલ વર્ષ ૨૦૦૨થી ચર્ચામાં આવી હતી.

ચેરીલ કોલ માત્ર બ્રિટનમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ચુકી છે. તે પાંચ વખત બ્રીટ એવોર્ડ નોમિનેશન મેળવી ચુકી છે. તેના અનેક આલ્બમ ધુમ મચાવી ચુક્યા છે. ચેરીલ કોલનો ત્રીજો આલ્બમ એ મિલિયન લાઈટ ૧૮ જુન ૨૦૧૨ના દિવસે જારી કરાયો હતો. ચેરીલ કોલ યુવા પેઢીમાં ફોટોગ્રાફ સ્ટાઈલ આઈકોન બની ચુકી છે. બ્રિટીસ વોગ, હાર્પર બજાર જેવા મેેગેઝિનમાં તે ચમકી ચુકી છે. ચીરેલ કોલે ઇંગ્લીશ ફુટબોલ સ્ટાર એસ્લેકોલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૦માં ચેરીલ કોલે છુટાછેડા લઈ લીધા હતા. એપ્રિલ ૨૦૧૨ના આંકડા મુજબ ચેરીલ કોલની સંપતિ ૧૫ મિલિયન પાઉન્ડની આસપાસની છે. ચેરીલ કોલ ૨૦૦૮માં એક્સ ફેક્ટરમાં જજ બની હતી. અમેરિકન વર્જનમાં પણ તે કામ કરી ચુકી છે. ૨૦૦૨થી તે સતત સક્રિય રહી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com