મુંબઈ, તા. ૧૯
નિર્દેશક મધુર ભંડારકરની આગામી ફિલ્મ 'હિરોઈન' હાલમાં ખાસી ચર્ચામાં છે. તેમાં પણ કરિના કપૂરનું ગીત 'હલકટ જવાની' થી કરિના પણ ચર્ચામાં આવી ગઈ છે. એવામાં આ આઈટમ સોંગમાં કરિનાએ પહેરેલી સાડીની હરાજી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કરીના આ ફિલ્મમાં એક મોડેલનો રોલ કરી રહી છે, તેથી તે ફેશનેબલ બતાવવામાં આવી હોય તે સ્વાભાવિક છે. આ ફિલ્મમાં કરિનાએ વિવિધ પ્રકારનાં ૧૩૦ કોસ્ચ્યૂમમાં પહેર્યાં છે. કરીનાના કોસ્ચ્યૂમ પાછળ લગભગ ૧.૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કરિનાએ આ ફિલ્મમાં 'હલકટ જવાની' સિવાય પણ એક વધુ આઈટમ સોંગ કર્યું છે. 'હલકટ જવાની' આઇટમ સોંગમાં કરિના ગુલાબી રંગની સાડીમાં જોવા મળે છે, તેની હરાજી કરવામાં આવશે. જો કે આ હરાજીથી મળનારી રકમનો ચેરીટી કાર્યોમાં ઉપયોગ થશે. આ ફિલ્મમાં કરિનાનાં ડ્રેસીસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યાં છે.