Guidance
આર્કિયોલોજિકલ વિજ્ઞાન એક ઈન્ટરડિસિપ્લીનરી વિજ્ઞાન છે. જેમાં ઐતિહાસિક માનવ કે સમાજનો અભ્યાસ કરવામાં આવે છે. ઐતિહાસિક સ્થળોના સર્વે, માટીનાં વાસણ, ઘરેણાં, રોજબરોજની વસ્તુઓ, વનસ્પતિ, પ્રાણીઓ, માનવ અવશેષો, કળા વગેરેથી ઐતિહાસિક માનવ સંસ્કૃતિને જાણી શકાય છે. ખોદકામમાંથી બહાર આવી કળાકૃતિઓ, સ્મારકોનું વિશ્લેષણ કરે છે તે સાથે આર્કિયોલોજિસ્ટ વિશ્લેષણના પુરાવા પણ રાખે છે જે ભવિષ્યમાં સંદર્ભ મેળવવા માટે સરળ રહે છે. નાનામાં નાની વસ્તુ તેમજ નકામી વસ્તુઓ, તૂટેલાં વાસણ, પ્રાણીઓનાં હાડકાં પણ એક અનુભવી આર્કિયોલોજિસ્ટની સાથે વાત કરે છે.
ખોદકામમાંથી બહાર આવી કળાકૃતિઓ, સ્મારકોને એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું આર્કિયોલોજિસ્ટની ફરજ બને છે. માનવ-વિજ્ઞાન, કળા-ઐતિહાસિક, રસાયણશાસ્ત્ર, સાહિત્ય, નૃવંશવિજ્ઞાન, ભૂગોળ, ભાષાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર વગેરેથી જોડાયેલું છે.
આર્કિયોલોજિકલ વિજ્ઞાનઃ તબક્કાવાર પ્રક્રિયા
આપણા દેશમાં મોટા ભાગની યુનિવર્સિટીઓ ગ્રેજ્યુએશન પછી જ આર્કિયોલોજિકલ વિજ્ઞાનના કોર્સીસ ચલાવે છે. આર્કિયોલોજિસ્ટ બનવા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી ફરજિયાત છે. આર્કિયોલોજિકલ વિજ્ઞાન ગમે તે વિષય ઉપર થઈ શકે પણ ઇતિહાસ, સમાજશાસ્ત્ર તેમજ માનવશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ થયેલ લોકો તેને વધુ સારી રીતે સમજી શકે.
આ કોર્સમાં એડમિશન લેવા માટે ચિત્ર, ફોટોગ્રાફી, રાસાયણિક રક્ષણ, કમ્પ્યુટર ઉપયોગ, મૌખિક પરીક્ષા, ટયુટોરિયલ્સ અને મહાનિબંધ જેવા વિષયોની પરીક્ષા લેવામાં આવે છે.
આર્કિયોલોજિકલ વિજ્ઞાનનો અભ્યાસક્રમ
* સિદ્ધાંતો અને પદ્ધતિઓ
* આર્કિયોલોજીમાં વિજ્ઞાનના પ્રયોગો
* લેખન ઇતિહાસ
* પ્રાગૈતિહાસિક
* કળા અને મૂર્તિ વિજ્ઞાન
* સંગ્રહાલય વિજ્ઞાન
* મુદ્રા-શાસ્ત્ર
* આર્કિટેક્ચર
* સ્મારકોના માળખાનું રક્ષણ
* આર્કિયોલોજીને લગતા કાયદાઓ
* રાસાયણિક સલામતી
આર્કિયોલોજિકલ વિજ્ઞાનના ક્ષેત્રે તકો
જે લોકોને ઇતિહાસ તેમજ સંસ્કૃતિની શોધખોળમાં રસ હોય અને સંતુષ્ટિ મળતી હોય તેના માટે આ સારો કોર્સ છે. રાજ્ય સ્તરે તેમજ કેન્દ્ર સ્તરે આર્કિયોલોજી સર્વેક્ષણ વિભાગ તકો આપે છે. આર્કિયોલોજીમાં ગ્રેજ્યુએટ લોકો જુદી-જુદી યુનિવર્સિટીમાં લેકચરરની પોસ્ટ માટે અરજી કરી શકે છે.
રોજગાર સંસ્થા
* આર્કિયોલોજિકલ સર્વે
* ભારતીય ઐતિહાસિક સંશોધન કાઉન્સિલ
* નેશનલ મ્યુઝિયમ
* યુનિવર્સિટી અને કોલેજ
* જાહેર અને ખાનગી સંગ્રહાલય તથા સાંસ્કૃતિક ગેલેરી
પગારધોરણ
ભારતીય આર્કિયોલોજી સંસ્થામાં મદદનીશ આર્કિયોલોજિસ્ટને શરૂઆતમાં ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ પગાર મળે છે. એવા આર્કિયોલોજિસ્ટ જેણે પી.એચડીની પદવી મેળવી લીધી હોય તેને વધુ સારો પગાર મળે તેમજ ભારતીય આર્કિયોલોજી સંસ્થાના ડિરેક્ટર જનરલને શરૂઆતમાં ૩૦,૦૦૦ પગાર મળે છે.
અમુક અગ્રણી સંસ્થાઓ
* કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ કોમર્સ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ
* એજમ્પશન કોલેજ, ચંગનશેરી, કેરળ
* અવધએશ પ્રતાપ સિંઘ યુનિવર્સિટી, રીવા, મધ્યપ્રદેશ
* બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસી, ઉત્તરપ્રદેશ
* છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી, કાનપુર, ઉત્તરપ્રદેશ
* દીનદયાલ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટી, ઉત્તરપ્રદેશ
* દિલ્હી ઇન્સ્ટિટયૂટ ઓફ હેરિટેજ રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ, નવી દિલ્હી
* ડો. હરિસિંઘ ગૌડ યુનિવર્સિટી, સાગર, મધ્યપ્રદેશ
* ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ગુજરાત
* ઇન્સ્ટિટયૂટ ઓફ આર્કિયોલોજી, નવી દિલ્હી
* જીવાજી યુનિવર્સિટી, ગ્વાલિયર, મધ્યપ્રદેશ
* કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર, હરિયાણા
* મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી, બરોડા, ગુજરાત
* ઓસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ