હૈદરાબાદ, તા.૧૯
લક્ષ્મણને ટેસ્ટમાં હજુ રમવાની ઈચ્છા હતી
ભારતના સ્ટાઈલિસ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે શનિવારે તાકિદની અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા. લક્ષ્મણની નિવૃતિ પાછળ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને મુખ્ય પસંદગીકાર શ્રીકાંતને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. લક્ષ્મણે નિવૃતિ જાહેર કરવી હતી તો ઓસ્ટ્રેલિયા પ્રવાસના ખરાબ પ્રદર્શન બાદ કરી શક્યો હોત પણ તે વધારે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગતો હતો. જેથી તેથી નિવૃતિની જાહેરાત ત્યારે કરી ન હતી. જોકે પસંદગીકાર સમિતીએ તેને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી બાદ નિવૃતિ જાહેર કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જેથી લક્ષ્મણને માઠુ લાગતા ટેસ્ટ ટીમમાં સમાવેશ કર્યા હોવા છતા ટેસ્ટ શ્રેણી પહેલા જ નિવૃતિ જાહેર કરી દીધી હતી. કોઈપણ ક્રિકેટરને પોતાના હોમગ્રાઉન્ડમાં ટેસ્ટ રમીને નિવૃતિ લેવાની તક ભાગ્યે જ મળતી હોય છે. જોકે લક્ષ્મણ કેટલો નિરાશ હશે કે તેણે હોમગ્રાઉન્ડમાં ટેસ્ટ રમીને નિવૃત થવાની તક પણ જતી કરી હતી.
લક્ષ્મણ હજુ વધારે રમવા માંગતો હતો : શૈલજા
લક્ષ્મણની પત્નિ શૈલજાને પણ લક્ષ્મણે જ્યારે નિવૃતિની જાહેરાત કરી ત્યારે આશ્ચર્ય થયું હતું. શૈલજાએ સંકેત આપ્યો હતા કે લક્ષ્મણ હજુ વધારે ક્રિકેટ રમવા માંગતો હતો. જોકે કોઈક કારણોસર તેણે વહેલા નિવૃતિની ઘોષણા કરી દેવી પડી હતી. ક્રિકેટ લક્ષ્મણની પ્રથમ પત્નિ હતી. તેથી પ્રથમ પત્નિ વગર તે કેવી રીતે રહી શકશે. ઓસી.- ઈંગ્લેન્ડ ભારતના પ્રવાસે આવવાના હોવાથી લક્ષ્મણ આ બન્ને દેશો સામે વિજય મેળવવા માગતો હતો.
પસંદગીકારોએ લક્ષ્મણને પરાણે નિવૃત્તિ લેવડાવીઃ સૌરવ
સૌરવ ગાંગુલીએ લક્ષ્મણની નિવૃતિ પાછળ પસંદગીકારોને જવાબદાર ગણાવ્યા છે. લક્ષ્મણ છેલ્લા બે-ત્રણ મહિનાથી સખત પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને તે વધારે ટેસ્ટ રમવાની ઈચ્છા હતી. પસંદગીકારોના આવા વર્તનથી તેનું આત્મસન્માન ઘવાયું હતું જેથી નિરાશ થઈ વીવએસ લક્ષ્મણે નિવૃતિની જાહેરાત કરી. જો કે સૌરવ ગાંગુલી બાદમાં પોતાના નિવેદનથી ફરી ગયો હતો.
ધોની પર કેમ શંકા?
લક્ષ્મણ નિવૃતિની ઘોષણા કરવાનો હતો તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યા હતો. નિવૃતિ વિશે ધોનીની કેવી સલાહ છે તે જાણવા માંગતો હતો. જોકે ધોનીએ તેને સમય જ ફાળવો ન હતો. ધોનીએ જાણીને જોઈને લક્ષ્મણને ન મળ્યો હોય તેવી વાત સામે આવી છે.
શ્રીકાંત પર કેમ શંકા?
ટીમના મુખ્ય પસંદગીકાર શ્રીકાંતે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી બાદ નિવૃતિ લેવી હોય તો જ સમાવેશ કરાશે તેવું અલ્ટિમેટમ આપ્યું હતું. સ્ટાર ખેલાડી હોવા છતા આવી અપમાનજનક સ્થિતિનો સામનો કરવો પડતા નિરાશ થઈ ગયો હતો. જેથી લક્ષ્મણે નિવૃત થવાનું યોગ્ય માન્યું હતું.