Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 09:17:43 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સચિને આપી સાઈનાને BMWની ભેટ

Aug 20, 2012 Sports
 
Tags:   London Olympics 2012 Indian Player Badminton Saina Nehwal Sachin Tendulkar comment     E-Mail     Print    
 
Viewed: 7572
Rate: 3.1
Rating:
Bookmark The Article

હૈદરાબાદ 20, ઓગસ્ટ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે રવિવારે લંડન ઓલિમ્પિકમાં બ્રોન્જ મેડલ વિજેતા બેડમિંટન ખેલાડી સાઈના નેહવાલ ને BMW કાર ભેટમાં આપી હતી. તેંડુલકરે જણાવ્યું હતું કે દુનિયાએ હજું આ સ્ટાર ખેલાડીનું પ્રદર્શન જોયું નથી. આ સન્માન સમારોહ આંધ્રપ્રદેશના બેડમિંટન સંઘના ઉપાધ્યક્ષ ચામુંડેશ્વરી નાથે આયોજીત કર્યો હતો.

માસ્ટર બ્લાસ્ટરે સન્માન સમારોહમાં કહ્યું હતું કે, મને પૂરો ભરોસો છે કે તે આ પ્રદર્શનથી ખુશ છે, પરંતુ સંતુષ્ટ નથી. અમને પણ સંતોષ નથી, કારણ કે અમે જાણીએ છે કે સાઈના આનાથી પણ વધારે સારૂ પ્રદર્શન કરી શકે તેમ છે. ગોપીચંદની આગેવાનીમાં તમારામાં આનાથી પણ વધારે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકવાની ક્ષમતા છે.

  તેંડુલકરે સાઈનાને બીએમડબ્લ્યૂ અને તેના કોચ પી ગોપીચંદ અને પીવી સિંધૂ પ્રત્યેકને એક એક કાર આપવાની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે મને પૂરો ભરોસો છે કે સાઈના આના કરતાં પણ વધારે સારૂ પ્રદર્શન કરી શકે તેમ છે. સચિને દરેક વિજેતાને અભીનંદન આપતા કહ્યું હતું કે લંડન ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું હતું. તેણે કહ્યું કે આપ બધા જ સન્માનના હકદાર છો.

European Horse Pole European Horse Pole
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com