Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 03:03:15 AM IST
 

ભાગીદારોને મહેનતાણા સંબંધી લાભદાયી ચુકાદો!

Aug 20, 2012 Business > Expert Tips
 
Tags:   Incom Tax Return E-Filing Mukesh patel comment     E-Mail     Print    
 
Viewed: 464
Rate: 0
Rating:
Bookmark The Article

ટેક્ષ પ્લાનિંગ વિથ મૂકેશ પટેલ

  • કલમ ૪૦(બી) હેઠળ 'બુક-પ્રોફિટ' ની ગણતરીના હેતુસર નફા નુકસાન ખાતામાં જમા બિન-ધંધાકીય આવકનો પણ સમાવેશ થાય !
  • ભાગીદારોને મહેનતાણું મજરે આપવા સંબંધી જોગવાઇઓ
  • કલકત્તા હાઇકોર્ટના ચુકાદાના તારણોને લક્ષમાં રાખતાં ભાગીદારી પેઢીની ભાડાની કે મૂડી-નફાની આવક સંબંધી પણ મહેનતાણું ચૂકવી શકાય

કલમ ૪૦(બી)ની જોગવાઇઓ અનુસાર, નીચેની શરતોને આધીન અને નીચે જણાવેલ મર્યાદાની અંદર ભાગીદારોને કરવામાં આવેલ પગાર, બોનસ, કમિશન કે મહેનતાણાની ચુકવણી, જેને આ કલમના હેતુસર 'મહેનતાણું' (Remuneration) સંબોધવામાં આવશે, પેઢીની કુલ આવકની ગણતરીના હેતુસર મજરે આપવામાં આવે છે :

(૧) આવું મહેનતાણું ભાગીદારી પેઢીના 'કામ કરતા ભાગીદાર' (working partner)) ને અપાયેલું હોવું જોઇએ.

(૨) ભાગીદારને આપવામાં આવેલ મહેનતાણું પેઢીના ભાગીદારી દસ્તાવેજ હેઠળ સ્પષ્ટ રીતે અધિકૃત કરવામાં આવેલી જોગવાઇ અનુસાર હોવું જોઇએ.

(૩) ભાગીદારી દસ્તાવેજમાં ભાગીદારને મહેનતાણું આપવા સંબંધી જોગવાઇ, દસ્તાવેજની તારીખ અગાઉના સમયને આવરી લેતી હોય, તો આવા અગાઉના સમય (retrospective period)) માટે આપેલ મહેનતાણું મજરે મળવાપાત્ર ગણાશે નહીં.

(૪) ભાગીદારોને આપવામાં આવેલ મહેનતાણું પેઢીના 'બુક પ્રોફિટ' ના સંદર્ભમાં નીચે જણાવેલી મર્યાદાને આધીન મજરે મળવાપાત્ર ગણાય છે.

'ર્વિંકગ પાર્ટનર' અને 'બુક પ્રોફિટ'ની વ્યાખ્યા

ઉપરોક્ત જોગવાઇઓના સંદર્ભમાં 'ર્વિંકગ પાર્ટનર' તેમજ 'બુક-પ્રોફિટ' શબ્દોની વ્યાખ્યા પણ કલમ ૪૦(બી) ની સમજૂતી-૩ અને ૪ હેઠળ સ્પષ્ટ કરવામાં આવી છે. તે અનુસાર 'ર્વિંકગ પાર્ટનર' એટલે 'પેઢીમાં ભાગીદાર હોય એવી વ્યક્તિ, જે પેઢીના ધંધા કે વ્યવસાયના વ્યવહારો ચલાવવામાં સક્રિય રીતે સંકળાયેલ હોય.'

'બુક-પ્રોફિટ'ની વ્યાખ્યા અનુસાર, પેઢીના નફા નુકસાન ખાતામાં સંબંધિત હિસાબી વર્ષ માટે દર્શાવેલ ચોખ્ખા નફાની રકમ જેની ગણતરી આવકવેરાના કાયદા હેઠળ કલમ ૨૮થી ૪૪-ડીની જોગવાઇઓને લક્ષમાં રાખીને કરવામાં આવી હોય, તેમજ ભાગીદારોને મહેનતાણાની ચુકવણી (જો આવી રકમ નફા-નુકસાન પેટે ઉધારવામાં આવી હોય તો) ઉમેરીને જે નફો નક્કી થાય તેને 'બુક-પ્રોફિટ' ગણવામાં આવશે.

'બુક-પ્રોફિટ' ની ગણતરી તેમજ ભાગીદારોને મહેનતાણાની ચુકવણી અંગે વધુ સ્પષ્ટ સમજ માટે આ પ્રકરણમાં હવે પછી રજૂ કરેલ 'કરવેરા આયોજન પ્રશ્નાવલી અને દૃષ્ટાંતો' નો અભ્યાસ ઉપયોગી બની રહેશે.

કલકત્તા હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલ અત્યંત રસપ્રદ મુદ્દો

'મોહમ્મદ સિરાજુદ્દીન એન્ડ બ્રધર્સ વિરુદ્ધ કમિશનર ઓફ ઇન્કમટેક્સ' (૨૦૧૨)૨૪ taxmann.com ૪૬ (Calcutta) ના કેસમાં કરદાતા ભાગીદારી પેઢીએ તેના નફા નુકસાનના ખાતામાં જમા કરેલ કન્સલટન્સી ફી, બેન્ક ડિપોઝિટ વ્યાજ, મિલકતના વેચાણ ઉપરનો નફો તેમજ આવકવેરા રિફંડ ઉપર મળેલ વ્યાજની રકમો, પેઢીના આવકવેરા રિટર્નમાં 'અન્ય શીર્ષકની આવક' હેઠળ દર્શાવવામાં આવી હતી. આ રકમોને પેઢીએ કલમ ૪૦(બી) હેઠળ 'બુક-પ્રોફિટ' ની ગણતરીના હેતુસર લક્ષમાં લઇને, તેના આધારે ભાગીદારોને ચુકવવાપાત્ર મહેનતાણાની ગણતરી કરી હતી. આકારણી અધિકારીએ એમ ઠરાવ્યું કે 'ધંધા-વ્યવસાયમાંથી નફા' ના શીર્ષક હેઠળ નહીં દર્શાવાયેલી આવકના સંદર્ભમાં ભાગીદારે પેઢીને કલમ ૪૦(બી) હેઠળ ભાગીદારોને મજરે મળવાપાત્ર મહેનતાણા સંબંધી ચુકવણી કરી શકાય નહીં. આ મુદ્દા ઉપર કમિશનર અપીલ્સ તેમજ આવકવેરા ટ્રિબ્યુનલે પણ આકારણી અધિકારીનો દૃષ્ટિબિંદુ માન્ય રાખી કરદાતા પેઢીની વિરુદ્ધ ચુકાદો આપ્યો.

હાઇકોર્ટનો તાર્કિક અને વિદ્વતાપૂર્ણ ચુકાદો

 ભારતની કોઇપણ હાઇકોર્ટ સમક્ષ અગાઉ ક્યારેય ઉપસ્થિત ન થયો હોય તેવો અત્યંત રસપ્રદ મુદ્દો કલક્તા હાઇકોર્ટ સમક્ષ કરદાતાએ કરેલી અપીલમાં ઉપસ્થિત થયો. કલમ ૪૦(બી) હેઠળ 'બુક-પ્રોફિટ' ની વ્યાખ્યાનું તાર્કિક વિશ્લેષણ કરતાં હાઇકોર્ટે પોતાના વિદ્વતાપૂર્ણ ચુકાદામાં એવું સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે 'બુક-પ્રોફિટ' એટલે માત્ર ધંધા વ્યવસાયમાંથી નફાના શીર્ષક હેઠળ નક્કી કરાતી આવક એવા સંકુચિત અર્થઘટન માટેનો કોઇ અવકાશ નથી. આ કલમની જોગવાઇમાં નફા-નુકસાન ખાતામાં દર્શાવેલ ચોખ્ખા નફાની રકમ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હોવાનો નિર્દેશ કરીને હાઇકોર્ટે જણાવ્યું કે કલમ ૨૮ થી ૪૪-ડીની જોગવાઇઓ (આવકવેરાના કાયદાના પ્રકરણ ૪-ડી) નો ઉલ્લેખ માત્ર ગણતરીની પદ્ધતિ નક્કી કરવાના સંદર્ભમાં કરાયો છે. આ કારણોસર નફા-નુકસાન ખાતામાં જમા કરાયેલી એવી અન્ય રકમો, જેની આકરણી 'ધંધા વ્યવસાયમાંથી નફા' ના શીર્ષક સિવાય અન્ય કોઇ શીર્ષક હેઠળ કરવા પાત્ર હોય, તેને 'બુક-પ્રોફિટ' ની ગણતરીમાંથી બાકાત રાખી શકાય નહીં.

ઉપરોક્ત સંદર્ભમાં હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના 'એપોલો ટાયર્સ લિમિટેડ' ૨૫૫ ITR  ૨૭૩ (SC) ના કેસમાં કલમ ૧૧૫-જે ના હેતુસર 'બુક-પ્રોફિટ' ની ગણતરી સંબંધી મહત્ત્વના તારણોનો ઉપયોગી આધાર લેતાં હાઇકોર્ટે એ બાબતની નોંધ લીધી કે 'બુક-પ્રોફિટ'ની ગણતરીના હેતુસર આકારણી અધિકારીને નફા-નુકસાન ખાતાના ચોખ્ખા નફાની રકમ સાથે મનસ્વી છેડ-છાડ કરવાની કોઇ સત્તા નથી.

કલકત્તા હાઇકોર્ટનો ઉપરોક્ત ચુકાદો કદાચ ક્રાંતિકારી વિચારસરણી પૂર્ણ જરૂર લાગે પરંતુ આ મુદ્દા ઉપરનો સર્વપ્રથમ ચુકાદો હોઇ જરૂરથી પથદર્શક બની શકે ! ભાગીદારોને મહેનતાણાના આયોજનના સંદર્ભમાં આ ચુકાદાનો ઉપયોગી લાભ લેવાનું કરદાતાઓ જરૂરથી વિચારતા થશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી !

આકારણી વર્ષ ૨૦૧૦-૧૧થી કલમ ૪૦-બી હેઠળ ચૂકવી શકાનાર મહત્તમ મહેનતાણું

ધંધાકીય તેમજ     મહત્તમ મહેનતાણાનું

વ્યાવસાયિક પેઢી માટે        પ્રમાણ
પ્રથમ રૂ.૩,૦૦,૦૦૦ના             રૂ.૧,૫૦,૦૦૦ અથવા
બુક પ્રોફિટ ઉપર અથવા                  'બુક પ્રોફિટ'ના

નુકસાન હોય તો                ૯૦% જે વધારે હોય તે

બાકીના બુક-પ્રોફિટ ઉપર            બુક-પ્રોફિટના ૬૦%
 
 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com