મુંબઈ, 20 ઓગસ્ટ
સલમાન ખાનનાં ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે વર્ષોથી એક જ રીતે ઈદની ઉજવણી કરવામાં આવે છે. સલમાન ખાનનાં ઘરમાં છેલ્લાં 30 વર્ષોથી એક જ રીતે પરિવારનાં તમામ સભ્યો ઈદની ઉજવણી કરે છે.
ઈદ પર સલમાન ખાનનાં મહેમાનોનું સ્વાગત બિરયાની અને કોરમાથી કરવામાં આવે છે. જો કે સલમાન ખાનનાં પિતાનાં મતે તેઓ રીત રિવાજોમાં માનતા નથી. સલીમ ખાનનાં પરિવારમાં હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મનાં લોકો રહે છે અને તેથી આ પરિવારમાં સાંપ્રદાયિકતા જોવા મળે છે.
સલીમ ખાન જણાવે છે કે, 'હું રીત રિવાજો કે ધર્મમાં માનતો નથી, તેથી મારા ઘરમાં ઈદ માત્ર એકબીજા સાથે રહીને મનાવવામાં આવે છે અને ઘરમાં પરંપરાગત રસોઈ બનાવવામાં આવે છે.'
અરબાઝ ખાને પોતાના પિતાનાં સૂરમાં સૂર મિલાવતાં જણાવ્યું હતું કે, 'અમે નાનપણમાં જે રીતે ઈદ ઉજવતાં હતાં, તે જ રીતે આજે પણ ઉજવીએ છીએ. અમારો સમગ્ર પરિવાર આ દિવસે એકસાથે મળીને જમવા બેસે છે અને અમારી સાથે અમારા સંબંધીઓ અને મિત્રો પણ સામેલ થાય છે.'
જો કે સલમાન ખાનનાં ચાહકો ઈદનાં દિવસે તેનાં ઘરની બહાર ભીડમાં જમા થઈ જાય છે અને 'બસ ભાઈ કી એક ઝલક ચાહિએ' નાં નારા લગાવવામાં આવે છે, અને જ્યારે સલમાન ખાન 'બીઈંગ હ્યૂમન' ની ટી શર્ટ પહેરીને પોતાના ઘરની બાલ્કનીમાં આવે છે, ત્યારે તેનાં ચાહકો તાળીઓનાં ગડગડાટથી તેનું સ્વાગત કરે છે.
જો કે આ વખતે સલમાન ખાને ઈદ માટે ક્યાંય પણ જવાનું ટાળ્યું છે, કેમ કે રિતેશ દેશમુખ અને સલમાન ખાન સારા મિત્રો છે અને રિતેશ દેશમુખનાં પિતાનાં અવસાનનાં કારણે સલમાન ખાન આ ઈદ પર ઘરે જ રહેશે.

India International Jewellery Week 2012
Nita and Mukesh Ambani throw a bash