Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 03:28:01 AM IST
 

કેટીએ ગુપ્ત રીતે છૂટાછેડાની અપીલ બદલ ટોમ ક્રૂઝની માફી માગી

Aug 20, 2012 Entertainment > Hollywood
 
Tags:   Katie Holmes Tom Cruise Hollywood comment     E-Mail     Print    
 
Viewed: 2186
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 20 ઓગસ્ટ

હોલિવૂડ અભિનેત્રી કેટી હોમ્સે છૂટાછેડા માટેની અપીલ ગુપ્ત રીતે દાખલ કરવા બદલ પૂર્વ પતિ, હોલિવૂડ સ્ટાર ટોમ ક્રૂઝની માફી માગી લીધી હોવાનું જાણવા મળ્યું છે. છૂટાછેડા માટે ગુપ્ત રીતે અપીલ કરીને ટોમની માનસિક હેરાનગતિ કરવા બદલ કેટીએ માફી માગી લીધી હોવાનું સત્તાવાર સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે. કેટી હોમ્સે ટોમ ક્રુઝની માફી માગી તે પાછળના ચોક્કસ કારણો પણ આપવામાં આવ્યા છે. ૩૩ વર્ષીય કેટી હોમ્સે છૂટાછેડા માટે ગયા મહિને અપીલ દાખલ કરી હતી.

ટોમ ક્રુઝ અને કેટી હોમ્સ પાંચ વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડી ગયા છે. તેમની ૬ વર્ષની પુત્રી સુરીની કસ્ટડી કેટી હોમ્સને મળી છે, જોકે ટોમ ક્રુઝને પણ સુરીને મળવાના અધિકારો આપવામાં આવ્યા છે. ટોમ ક્રૂઝ પોતાની પુત્રીને ખૂબ જ ચાહે છે અને તેને જ્યારે પણ મળે ત્યારે તેને રાજી રાખવા માટે દરેક મુલાકાત વેળાએ તેની નાની નાની ઇચ્છાઓને પણ પૂર્ણ કરે છે. ટોમ ક્રુઝ સુરીને મળવા જાય ત્યારે તેના માટે જુદી જુદી ભેટસોગાદો ખરીદવાનું પણ ચૂકતો નથી.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com