Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 10:36:44 AM IST
 

ભોજન પૂર્વે બે ગ્લાસ પાણી પી જવું ખૂબ લાભકારક

Aug 20, 2012 Offbeat
 
Tags:   Health Water Man Woman Dinner Lunch Breakfast comment     E-Mail     Print    
 
Viewed: 11671
Rate: 4.7
Rating:
Bookmark The Article

 ન્યૂયોર્ક, તા. ૨૦

ભોજન અગાઉ એક અથવા બે ગ્લાસ પાણી પીવાથી આરોગ્યમાં ખૂબ લાભ થતો હોવાનું જણાવતાં પાચનતંત્રના અભ્યાસુઓએ કહ્યું છે કે જે લોકો વજન ઉતારવા માટે તનતોડ મહેનત કરી રહ્યાં હોય તેમણે કોઇ પણ ડાયેટિંગને બદલે આ સાદો કીમિયો અજમાવવા જેવો છે. બંને વખતનાં ભોજન અગાઉ એક-બે ગ્લાસ પાણી પીવાથી ખાતરીપૂર્વક વજન ઘટાડી શકાતું હોવાનું નિષ્ણાતો જણાવે છે.

સ્ત્રીઓએ રોજ ૯ ગ્લાસ, પુરુષોએ ૧૩ ગ્લાસ પ્રવાહી લેવું જરૂરી

અમેરિકાની ર્વિજનિયા ટેક યુનિર્વિસટીના પાચનતંત્રના નિષ્ણાત બ્રેન્ડા ડેવીના કહેવા મુજબ, તાજેતરના અભ્યાસમાં માલૂમ પડયું છે કે ફક્ત ૨૦ મિલિલિટર પાણીના બે ગ્લાસ બન્ને વખતનાં ભોજન અગાઉ લેવાથી માત્ર ત્રણ અઠવાડિયામાં વજનમાં ૨.૩ કિલોગ્રામનો ઘટાડો કરી શકાય છે. પાણીનો આ પ્રયોગ કરવાથી ડાયેટિંગ આપોઆપ થઇ જાય છે, તે માટે કોઇ ખાસ પ્રયાસ કરવો પડતો નથી.

બ્રેન્ડાએ ઉમેર્યું હતું કે પાણી પીવાથી વજન ઘટવાનું કારણ સાવ સીધું છે. પાણી પીવાથી પેટ ભરાઇ જવાથી આપણા ભોજનમાં ઘટાડો થાય છે અને ભોજન ઘટવા લાગતાં ધીમે ધીમે વજન પણ ઘટવા માંડે છે. બ્રેન્ડાએ ઉમેર્યું હતું કે મહિલાઓએ દરરોજ ૯ ગ્લાસ જ્યારે પુરુષોએ ૧૩ ગ્લાસ પ્રવાહી લેવું જોઇએ. આ પ્રવાહીમાં પાણી, શરબત વગેરે બધું જ આવી જાય છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com