Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:01:06 PM IST
 

ફરસાણ - ખસ્તા કચોરી

Aug 20, 2012 Special > Recipes
 
comment     E-Mail     Print    
 
Viewed: 6342
Rate: 1.4
Rating:
Bookmark The Article

રેસિપી - માધવી શાહ
સામગ્રી
* મેંદો - ૨ કપ
* મીઠું - સ્વાદ મુજબ
* સોડા બાયકાર્બોનેટ - ૧/૨ ટીસ્પૂન
* તેલ - તળવા માટે
* પલાળેલી અડદની દાળ - ૧/૨ કપ
* ઘી - ૩ ટેબલસ્પૂન
* ઝીણું સમારેલું આદું - ૧ ઇંચનો ટુકડો
* સમારેલું લીલું મરચું - ૧ નંગ
* હિંગ - એક ચપટી
* ધાણા પાઉડર - ૧ ટીસ્પૂન
* જીરા પાઉડર - ૧/૨ ટીસ્પૂન
* લાલ મરચાંનો પાઉડર - ૧ ટીસ્પૂન
* વરિયાળીનો ભૂકો - ૧/૪ ટીસ્પૂન
* સમારેલા કાજુ - ૬થી ૮ નંગ
* કિસમિસ - ૧ ટેબલસ્પૂન
* ખાંડ - ૧/૨ ટીસ્પૂન
* લીંબુનો રસ - ૧ ટેબલસ્પૂન
રીત
* એક બાઉલમાં મેંદો, મીઠું અને સોડા બાયકાર્બોનેટ ભેગાં કરો.

* તેમાં તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી જરૂરિયાત મુજબ પાણી ઉમેરીને તેનો નરમ લોટ બાંધી લો.

* તેને સહેજ ભીના કપડાથી ઢાંકીને એક બાજુ મૂકી દો.
* પલાળેલી અડદની દાળમાં થોડું પાણી નાખી તેને અધકચરી પીસી લો.

* કડાઈમાં ઘી ગરમ કરો અને તેમાં દાળ, આદું, લીલાં મરચાં, હિંગ, ધાણા પાઉડર, જીરા પાઉડર, લાલ મરચાં પાઉડર, વરિયાળી પાઉડર, કાજુ, કિસમિસ ઉમેરો.

* હવે તેમાં રહેલું પાણી બળી જાય અને મિશ્રણ સૂકં થઈ જાય ત્યાં સુધી પકવો.

* તેમાં ખાંડ, નમક, લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.
* આ મિશ્રણને ઠંડું પડવા દો અને તેના એકસરખા સોળ ભાગ કરી લો.

* મેંદાના લોટમાંથી સોળ એકસરખા બોલ્સ બનાવી લો અને તેની ગોળ પૂરી વણી લો.

* કિનારી પર પૂરી પાતળી રહે અને વચ્ચેના ભાગમાં જાડી રહે તે રીતે વણવી.

* પૂરણને પૂરીના મધ્ય ભાગમાં મૂકો અને તેની કિનારીને ભેગી કરીને બોલ બનાવી લો.

* જરૂરિયાત મુજબ તેલ કડાઈમાં ગરમ કરો અને કચોરીને ધીમા તાપે ત્રણથી પાંચ મિનિટ તળો.

* તેલ નિતારવા માટે તેને એબ્સોર્બન્ટ પેપર પર મૂકો.
* આમલીની ચટણી સાથે સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com