Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 06:57:42 PM IST
 

વરાછાના સર્વેલન્સ સ્ટાફના ૭ની હેડ ક્વાર્ટર્સ ખાતે શિક્ષાત્મક બદલી

Aug 21, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 223
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા.૨૦

વરાછામાં પોલીસ મથકથી થોડા અંતરે જ ધમધમતા જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે છાપો માર્યો હતો. તે કેસમાં સ્થાનિક સર્વેલન્સ સ્ટાફની નિષ્ફળતા જણાતા આજરોજ પોલીસ કમિશનરે વરાછા સર્વેલન્સ સ્ટાફના ૭ જવાનોની હેડ ક્વાર્ટર્સ ખાતે બદલી કરી દીધી હતી.

  • પખવાડિયા પહેલાં વરાછા પોલીસ મથક પાસે ક્રાઈમ બ્રાંચે જુગારધામ પર છાપો માર્યો હતો

આધારભુત સૂત્રોના જણાવ્યા અનુસાર પખવાડિયા પહેલાં વરાછામાં પોલીસ મથકથી થોડા અંદરે એક જુગારધામ પર ક્રાઈમ બ્રાંચે છાપો માર્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ.પટેલની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની પણ બદલી થઈ ગઈ હતી. જુગારધામ ચાલતું હતું તેમાં વરાછાનો સર્વેલન્સ સ્ટાફની નિષ્ફળતા જણાતા આજરોજ પોલીસ કમિશનરે વરાછાના સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ પ્રકાશ ભાઈદાસ, હેડ કોન્સ્ટેબલ કનકસિંગ, પોલીસ કોન્સ્ટેબલ અશોક નવસિંગ, અશોક ઇશ્વર, અશોક પોસિયા, રણજિત અને છત્રસિંહની આજરોજ હેડ ક્વાર્ટર્સ ખાતે બદલી કરી દીધી હતી. પોલીસ કમિશનરના આકરાં પગલાંથી પોલીસ વર્તુળમાં ચકચાર મચી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે દસેક દિવસ પહેલાં પુણા પોલીસ મથકની હદમાં ડીસીપી એન.ડી. સોલંકીના સ્કવોડે એક જુગારધામ પર છાપો માર્યો હતો તે કેસમાં પુણાના સર્વેલન્સ સ્ટાફ વિરુદ્ધ હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com