અમદાવાદ 21, ઓગસ્ટ
ગુજરાત વિદ્યાપીઠના પુસ્તક અનુવાદ પ્રયત્નના સંયુક્ત ઉપક્રમે ગુજુરાત વિદ્યાપીઠ સંગ્રહાલય ખાતે તા. 22 થી 26 ઓગષ્ટ દરમ્યાન પુસ્તક મેળો યોજાશે. આ પુસ્તક મેળામાં વિદેશી તેમજ અન્ય ભારતની ભાષાઓ માંથી ગુજરાતી અનુવાદ કરાયેલા પુસ્તકો ઉપરાંત ગુજરાતીમાંથી વિદેશી કે અન્ય ભારતીય ભાષામાં અનુવાદીત કરાયેલા પુસ્તકો મુકવામાં આવશે. આ મેળામાં 20 જેટલી ભાષાઓના 40 જેટલા પ્રકાશનોના 3000 જેટલા પસ્તકો મુકાશે, આ પુસ્તકોમાં આ સમય દરમ્યાન 10 ટકા વળતર પણ આપવામાં આવશે, પુસ્તક મેળાનું ઉદ્ઘાટન આવતી કાલે તા. 22/08/12 ના રોજ સાંજે 5 કલાકે કુલપતી નારાયણ દેસાઈના હસ્તે કરવામાં આવશે.