લંડન 21, ઓગસ્ટ
અમેરીકન રાષ્ટ્રપતી બરાક ઓબામાએ દુનિયાના સૌથી ખુંખાર આતંકવાદી અને અલકાયદાના વડા ઓસામા બીન લાદેનને મારવા માટે ચલાવેલા મિશનને પહેલા ત્રણ વખત રોકી રદ્દ્ કર્યું હતું. એક નવા પુસ્તકમાં આ બાબતે ખુલાસો કરતાં લખવામાં આવ્યું છે કે બરાક ઓબામાએ લાદેનને મારવાના ઓપરેશનને ત્રણ વાર રદ્દ કરી દીધું હતું, ત્યાર બાદ અમેરીકન રક્ષામંત્રી હિલેરી ક્લિંટનના હસ્તક્ષેપ કર્યાં પછી ચોથી વખત આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું અને લાદેનને મારવામાં આવ્યો.
અમેરીકાના એક વરિષ્ઠ સમાચાર પત્રના પૂર્વ રિપોર્ટરે જ્વોઈટ ઓપરેશન કમાંડોના સૂત્રોના હવાલે જણાવ્યું કે ઓબામાએ લાદેનને મારવા ત્રણ મિશન વર્ષ 2011ની જાન્યૂઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં રદ્દ કર્યું હતું. લાદેનને પાકિસ્તાનના એટાદાબાદ સ્થિત પોતાના ઘરમાં અમેરીકન નેવી સીલના હાથે મે 2011માં મારવામાં આવ્યો હતો