Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 02:13:50 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

અમિતાભની ટ્વીટર બાદ ફેસબૂક પર એન્ટ્રી, એક દિવસમાં ૮ લાખ ફોલોઅર્સ

Aug 21, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Amitabh Bachhan BIG B Facebook Twitter Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 4251
Rate: 4.8
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ, 21 ઓગસ્ટ 

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટર પર અનેક ફોલોઅર્સનો પ્રેમ મેળવ્યો છે અને હવે તેઓ ફેસબુક પર પણ જોડાયાં છે. આજે બચ્ચન સાહેબે ફેસબૂક પર  શાનદાર એન્ટ્રી કરી હતી અને આજે જ તેમનાં ફ્રેન્ડ લિસ્ટમાં 8 લાખ લોકો જોડાયાં હતાં.

બીગ બીએ આજે ટ્વીટર પર ફેસબૂક સાથે જોડાયા હોવાની વાત જણાવતાં ટ્વીટ કર્યું હતું કે, 'હું ફેસબુક પર જોડાયો છું અને માત્ર 30 મિનિટમાં આઠ લાખ લોકોએ આ પેજને લાઈક કર્યું છે, જે જોઈને હું ખૂબ ખુશ થયો છું.' અમિતાભ પોતાના પ્રશંસકોનો પ્રેમ જોઈને ખુશ થઈ ગયાં હતાં અને તેમણે તેમનાં કહ્યું હતું કે, મારા ચાહકો આ જ રીતે લાઈક કરતાં રહેજો.

અમિતાભે ફેસબૂક પર પોતાની અપકમિંગ મૂવીઓની સાથે, ફિલ્મોના ફોટોગ્રાફ્સ અને વિડીયો વગેરે Share કર્યા હતા. અમિતાભે પોતે ફિલ્મ 'શોલે' નાં કેટલાંક ફોટા share કર્યાં હતાં. તેમણે વિડીયોમાં જણાવ્યું હતુ કે આજની ડિઝીટલ દુનિયા આગળ વધી રહી છે. ફેસબૂક લોકોની સાથે જોડાયેલા રહેવામાં ખૂબજ ઉપયોગી માધ્યમ છે જેમાં હવે હુ પણ જોડાઇ ગયો છુ. અમિતાભનાં ટ્વીટર પર 33 લાખ ફોલોઅર્સ છે, જો કે ફેસબુક પર અમિતાભનાં ડમી એકાઉન્ટ્સ પણ જોવા મળી રહ્યાં છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com