Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 04:55:21 PM IST
 

સ્પોટ્સ ગપસપ : વોર્ન મેલબોર્ન સ્ટાર્સનો કેપ્ટન

Aug 21, 2012 Sports
 
Tags:   Sen Warn Cricketer Australia comment     E-Mail     Print    
 
Viewed: 773
Rate: 0
Rating:
Bookmark The Article

મેલબોર્ન :  21, ઓગસ્ટ

ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગસ્પિનર શેન વોર્નને બિગબેશમાં મેલબોર્ન સ્ટાર્સ ટીમનોનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. મેલબોર્ન સ્ટાર્સના મુખ્ય પસંદગીકાર ઈયાન ચેપલે જણાવ્યું હતું કે, વોર્ને બિગબેશની બીજી સિઝનમાં રમવાની ઇચ્છા દર્શાવી તે બદલ અમે ખુશ છીએ. આ સિઝનમાં તે કેપ્ટનની ભૂમિકામાં નજરે પડશે. વોર્ને આ પહેલાં આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન રહી ચૂક્યો છે. વોર્નની ટીમમાં ફાસ્ટેટ મેન ઓફ અર્થ જમૈકાનો ઉસેન બોલ્ટ રમે તેવી સંભાવના છે. ૭મી ડિસેમ્બરથી બિગબેશનો પ્રારંભ થશે.

 
'જીત માર્ક બાઉચરને સર્મિપત'

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ગ્રીમ સ્મિથે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં મળેલ જીત માર્ક બાઉચરને સર્મિપત કરી છે. આંખમાં ઈજા થવાને કારણે બાઉચરે હાલમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. અંતિમ દિવસે પોતાનાં ટીશર્ટ ઉપર 'વી મિસ યુ બાઉચ' લખીને ઊતરેલા સ્મિથે જણાવ્યું હતું કે, આ જીત અમે અમારા સાથી ખેલાડી માર્ક બાઉચરને અર્પણ કરીએ છીએ. તે અમારી સાથે રમી રહ્યો હોત તો તેની આ ૧૫૦મી ટેસ્ટ હોત, જોકે તેણે ઈજાને કારણે નિવૃત્તિ જાહેર કરવી પડી હતી.

 
નહેરૃ કપમાં ભરત છેત્રી કેપ્ટન

ભારતના સ્ટાર સ્ટ્રાઈકર સુનિલ છેત્રીને નહેરૃ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે. ભારતના કોચ વિમ કોવરમેન્સે છેત્રીને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. છેત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન બનવું ગૌરવની વાત છે. નહેરૃ કપનું આયોજન એઆઈએફએફના પ્લેટિનમ જયંતીનાં વર્ષમાં કરવામાં આવ્યું હોવાથી આ સત્ર વિશેષ છે. થોડા મહિના પહેલાં છેત્રીનો પોર્ટુગલની પ્રતિષ્ઠિત ક્લબ સ્પોર્ટિંગ લિસ્બનમાં રિઝર્વ ખેલાડી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

 
અંડર-૧૯ : વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં

બોલરોનાં શાનદાર પ્રદર્શન બાદ કેમરોન બેનક્રોફ્ટના ૬૬ રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે ૪ વિકેટે વિજય મેળવી અંડર-૧૯ વર્લ્ડકપની ફાઈનલમાં પ્રવેશ કર્યા છે. પ્રથમ બેટિંગ કરતાં દક્ષિણ આફ્રિકાએ ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૮.૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી લક્ષ્યાંક મેળવી લીધો હતો. ૬૬ રન બનાવનાર બેનક્રોફ્ટને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા રવિવારે ફાઈનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની વિજેતા ટીમ સામે ટકરાશે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com