Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 09:43:08 PM IST
 

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ભારે વરસાદ, હિમાચલપ્રદેશમાં ભૂસ્ખલનથી બેનાં મોત

Aug 21, 2012 National
 
Tags:   Heavy Rain Flood Delhi Chandigrah comment     E-Mail     Print    
 
Viewed: 874
Rate: 0
Rating:
Bookmark The Article

ચંડીગઢ, તા. ૨૧
  • દિલ્હીમાં સિઝનનો સૌથી વધુ વરસાદ, ૨૪ કલાકમાં ૫૪.૫ એમએમ વરસાદ
  • હરિયાણા, પંજાબના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ

દિલ્હીમાં સોમવારે રાતથી શરૂ થયેલા ભારે વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાતાં અને ટ્રાફિકજામની સમસ્યાને લીધે હજારો લોકોને હાલાકી થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરમાં ૨૪ કલાકમાં ૫૪.૫ એમએમ વરસાદ નોંધાયો હતો. ચાલુ સિઝનમાં દિલ્હીમાં અત્યાર સુધીનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સોમવારે રાતથી શરૂ થયેલા વરસાદનું જોર સવારે ઓછું થયું હતું ત્યાર પછી સાંજ સુધીમાં વધુ ૨૮.૨ એમએમ વરસાદ પડયો હતો.

બીજી તરફ હિમાચલપ્રદેશમાં ભારે વરસાદને લીધે ભૂસ્ખલનની ઘટનાઓમાં બેનાં મોત થયાં હતાં. રાજ્યમાં ભારે વરસાદને લીધે હાઇડ્રો-પાવર પ્રોજેક્ટ પણ બંધ થઈ ગયા છે. તો છેલ્લા કેટલાક દિવસથી હરિયાણામાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મંગળવારે પંજાબના અન્ય ભાગોમાં પણ વરસાદ પડતાં રાજ્યમાં તાપમાનનો પારો પાંચથી સાત ડિગ્રી નીચે ઊતર્યો હતો જ્યારે ઉત્તર ભારતમાં હરિયાણા અને સોનપતમાં સૌથી વધુ ૧૫૧ એમએમ, ભિવાનીમાં ૧૧૨ એમએમ અને રોહતકમાં ૮૩.૪ એમએમ, ગુરગાંવમાં ૨૦, નર્નુલમાં ૫૨, કરનાલમાં ૨૨.૪, હિસારમાં પાંચ, અંબાલામાં ૧૨, પંચકુલામાં ૫૦ તથા પાનિપતમાં ૪૦ એમએમ વરસાદ નોંધાયો હતો.

આ પહેલાં સોમવારે ચંડીગઢમાં ૧૦૦ એમએમ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. પંજાબના પટિયાલામાં ૯.૮, લુધિયાણામાં ૩૦.૫, મોહાલીમાં ૭૦ અને રોપરમાં ૧૨ એમએમ વરસાદ પડયો હતો. ચંડીગઢમાં વરસાદે માજા મૂકતાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં છ ડિગ્રી સેલ્સિયસ નીચે જતાં ૨૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com