અંકોના ઈશારા - રાજદીપ જોષી
૨૩ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર
શૂન્ય બ્રહ્મના માધ્યમ અને આંદોલનો ઉપરથી અંકશાસ્ત્રની યોજના થઈ છે. અંકશાસ્ત્રનો પ્રારંભ પણ શૂન્યથી જ થાય છે. એટલે ગણિતનું મૂળ અંગ પણ શૂન્ય છે. અંકશાસ્ત્ર દ્વારા ભવિષ્ય જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ + જન્મનો મહિનો + ચાલુ વર્ષ (૨૦૧૨)નો સરવાળો = એક number આવશે એ તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. e g: (4 SEP 2012) જન્મ તારીખ (૪) + જન્મનો મહિનો SEP (9) + ચાલુ વર્ષ (2012) = 4 + 9 + 2 + 0 + 1 + 2 = 18 = 1 + 8 = 9 તમારો વાર્ષિક ભાગ્યાંક ગણાશે. તેને આધારે તમે તમારું ભવિષ્ય જાણી શકો છો.
અંક ૧
આ સમય વ્યવસાયમાં અણધારી ઉન્નતિનો યોગ સૂચવે છે. પ્રયત્ન ચાલુ રાખવો. આવકનાં સાધનોમાં વધારો થઈ શકે એમ છે. નવી યોજનાઓ બનાવો સમય તમારી સાથે છે. બાળકો તરફથી સંતોષ મળશે. એમનાં અટકેલાં કાર્યોમાં સફળતા મળવાથી મન પ્રસન્ન થશે. નોકરિયાત લોકોની પહેલેથી ચાલતી તકલીફો દૂર થશે. કાર્યસ્થળે બધાનો સહયોગ મળી રહેવાને કારણે માનસિક શાંતિ મળશે. બાળકો સાથે બહાર હરવા-ફરવાનો યોગ છે. વિદ્યાર્થીઓને નવાં એડમિશન, સ્કૂલ અને કોલેજમાં સફળતા મળશે.
શુભ દિશાઃ પૂર્વ
અંક તત્ત્વઃ અગ્નિ
અંક ૨
આ સમય તમારા માટે આર્થિક દૃષ્ટિએ સારો રહેશે સાથોસાથ સ્વાસ્થ્ય પણ સારું રહેશે. વ્યવસાયમાં પ્રયત્ન કરવાથી સફળતા મળવાનો યોગ છે. કાર્યસ્થળે વ્યસ્તતા અને ભાગદોડનો સામનો કરવો પડે. જો વધારે જરૂરી ન હોય તો મુસાફરી કરવાનું ટાળવું. નોકરિયાતો માટે સમય સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય ઠીક રહેશે. યુવાવર્ગ માટે આ સમય સામાન્ય ફળ આપનારો રહેશે. કેટલાંક કાર્યોમાં સફળતા મેળવવા માટે વધારે પ્રયત્નો કરવા પડે.
શુભ દિશાઃ દક્ષિણ-પશ્ચિમ
અંક તત્ત્વઃ પાણી
અંક ૩
સંયમ અને ધીરજથી કામ કરવાથી આર્થિક સ્થિતિ સુધરશે. નોકરીમાં પ્રમોશન મળે. કોઈ ખાસ પ્રકારનું પરિવર્તન કરતા નહીં, જે રીતે ચાલી રહ્યું છે એવું આ સમયમાં ચાલવા દો. ઘર હોય કે ઓફિસ પ્રેમભર્યું વાતાવરણ જાળવી રાખો. સંતાન તરફથી સ્થિતિ સામાન્ય રહેશે. નોકરિયાતો માટે આ મહિનો ઠીક ઠીક રહેશે. તમારું કામ પૂરેપૂરી નિષ્ઠા અને પ્રેમથી કરવું. માન-સન્માન મળે. પ્રમોશન સંબંધિત કાર્યમાં રાહ જોવી પડે. વિદ્યાર્થીઓ માટે મહેનત જરૂરી છે.
શુભ દિશાઃ ઉત્તર-પૂર્વ
અંક તત્ત્વઃ આકાશ
અંક ૪
પ્રયત્ન કરવાથી દરેક કાર્યમાં સફળતા મળશે. નવું કાર્ય સફળતા અપાવે. આર્થિક સ્થિતિ ખરાબ થશે નહીં. વાહન ખરીદવું અને વેચવાનું ટાળવું. નોકરિયાતોને પ્રમોશન મળવાની વાતો ચર્ચાઈ શકે છે. યુવાવર્ગને થોડી સફળતા મળવાની શક્યતાઓ છે. આ સમયમાં તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મનગમતાં સાધનો મળે અને સફળતા પ્રાપ્ત થાય.
શુભ દિશાઃ દક્ષિણ-પૂર્વ
અંક તત્ત્વઃ અગ્નિ
અંક ૫
નવો વ્યવસાય શરૂ કરી શકો છો. સરકારી કાર્યોમાં સફળતા મળશે. કર્મચારીઓ માટે આ સમય સૌથી સારો રહેશે. પ્રેમ અને સદ્ભાવનાનું વાતાવરણ રહેશે. તમારું પ્રમોશન થઈ શકશે. તમને કોઈ મોટી અને સારી જવાબદારી પણ સોંપવામાં આવશે, જેનાથી તમારાં માન અને પ્રતિષ્ઠા પણ વધશે. યુવાનોએ પોતાની કરિયરમાં ફેરફાર કરવો હોય તો તેમાં ધારેલી સફળતા મેળવી શકશે. વિદેશયાત્રા કે વિદેશમાં કરિયર માટેનો હેતુ વધારે અનુકૂળ છે.
શુભ દિશાઃ ઉત્તર
અંક તત્ત્વઃ પૃથ્વી
અંક ૬
તમામ ક્ષેત્રે આ સમય સારો રહે. પોતાના વ્યવસાય પર પૂરેપૂરું ધ્યાન આપશો તો ફાયદો થશે. આર્થિક સ્થિતિ સારી રહે અને ફસાયેલાં નાણાં પાછાં મળે. લગ્ન-વિવાહને લગતાં કાર્યો સફળતાપૂર્વક પાર પડે. ઘરમાં સારા પ્રસંગનું આયોજન થાય. સંતાન અંગેની તમામ પ્રકારની સમસ્યા દૂર થાય. કાર્યરત રહેશો તો સંપૂર્ણ લાભ મળે. નોકરિયાત માટે આ સમય વિશેષ લાભ આપશે. દાંપત્ય સુખ જળવાઈ રહે. વિદ્યાર્થીવર્ગ માટે આ સમય લાભદાયી નીવડે.
શુભ દિશાઃ દક્ષિણ-પૂર્વ
અંક તત્ત્વઃ પાણી
અંક ૭
અગાઉ ભોગવેલી તકલીફો હજુ યથાવત્ રહેશે, પણ એમાં ચિંતા કરવાની જરૂર નથી. પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી. વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી પડે. મુસાફરી દરમિયાન રોકડ રકમ સાથે ન રાખવી. પૈસા પાસે રાખવાની જરૂર હોય તો ધ્યાન રાખવું. શક્ય હોય તો કોઈને સાથે રાખવા. વ્યવસાય પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. કર્મચારીઓથી સાવચેત રહેવું. નોકરિયાતોને ઉપરીવર્ગની ઉપેક્ષા અને તોછડાઈ સહન કરવી પડે.
શુભ દિશાઃ ઉત્તર-પશ્ચિમ
અંક તત્ત્વઃ પાણી
અંક ૮
ફસાયેલાં નાણાં પાછાં મળે. આવકનાં નવાં સાધનો મળી રહે. આર્થિક સદ્ધરતાનો માર્ગ મોકળો થાય. આ સમય તમારું મનોબળ વધારશે. કાર્યક્ષેત્રે સુખ-શાંતિ જળવાઈ રહેશે. નવો વેપાર શરૂ કરવા માટે તમે નવા સાથીદારોને શોધશો. નોકરિયાતો માટે સમય બહુ સારો છે. સાથીદારો અને ઉપરીવર્ગ તરફથી સહકાર ફરીથી મળવા લાગે. ઘરમાં પ્રેમનું વાતાવરણ જળવાય. યુવાવર્ગ માટે કરિયરની શરૂઆત કરવા માટે સમય સારો છે. નોકરી માટે પ્રયત્ન કરવો અથવા તો વ્યવસાયની શરૂઆત કરવી.
શુભ દિશાઃ પશ્ચિમ
અંક તત્ત્વઃ વાયુ
અંક ૯
તમારા વ્યવસાય પર ધ્યાન આપો. શાંતિથી કામ કરવું. ધીરજ રાખવી. સ્વાસ્થ્ય ઠીક રહેશે. ખાવા-પીવાનું ધ્યાન રાખવું. તમારો વિદેશ જવાનો યોગ છે. શાંતિનું વાતાવરણ જાળવી રાખવું. ઘરની સુખ-સુવિધાઓ પર ધ્યાન આપવા માટે સમય કાઢવો. સ્વાસ્થ્યના કારણે મુસાફરી કરવામાં તકલીફ પડે. પૂર્વ તરફ જવામાં સાવધાની રાખવી. હાલમાં કોઈ નવો પ્રયત્ન ન કરો. વિવાહ અને લગ્ન માટે અત્યારે સમય યોગ્ય નથી. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂર છે.
શુભ દિશાઃ દક્ષિણ
અંક તત્ત્વઃ અગ્નિ