યંત્રો જુદાં જુદાં
દેવી-દેવતાઓનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે. યંત્રો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. યંત્રો ચોક્કસ ગાણિતિક વિધિ અને ધાતુમાં તૈયાર કરાતાં હોય છે. વિવિધ ઉપયોગી યંત્રોની સ્થાપના કરી તેનું પૂજન-અર્ચન કરવાથી વ્યક્તિને ધારી સફળતા અને લાભ મળે છે
શ્રીયંત્ર
શ્રીયંત્ર સાક્ષાત્ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. ઘરમાં ધન-વૈભવમાં વૃદ્ધિ તથા ધ્યાનમાં એકાગ્રતા લાવવા માટે તેનો ઉપયોગ થાય છે. વાસ્તુ તજ્જ્ઞાના મતે શ્રીયંત્રના ગણિત સૂત્રના આધાર પર બનાવાતાં મંદિર, આવાસ અથવા નગરમાં સકારાત્મક ઊર્જા હોય છે તથા આવાં સ્થાનોમાં રહેનારા લોકોમાં વિચારશક્તિ, ધ્યાન, શાંતિ, સહાનુભૂતિ, સૌહાર્દ, પ્રેમના ગુણોનો ઉદ્ભવ થાય છે. શ્રીયંત્રનું નિયમિત પૂજન કરવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે.
સ્ફટિક શ્રીયંત્ર
જેના ઘરમાં સ્ફટિક શ્રીયંત્ર હોય અને તેની દરરોજ પૂજા થતી હોય તો ત્યાં ક્યારેય ધન અને ઐશ્વર્યની ઊણપ વરતાતી નથી. સ્ફટિક શ્રીયંત્રને તમામ યંત્રોમાં ઉત્તમ માનવામાં આવ્યું છે.
સુખ-સમૃદ્ધિ યંત્ર
વ્યાપાર, વિદેશગમન, રાજનીતિ, ગૃહસ્થ જીવન, નોકરી વગેરે કાર્યોમાં આ યંત્રનો ઉપયોગ કરવાથી સુખ-સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે. ઘરમાં થતા ક્લેશ અને સદસ્યો વચ્ચે બગડી રહેલા સંબંધોને સુધારવા માટે આ યંત્ર એક વરદાનરૂપ છે. તેની પૂજા-ઉપાસનાથી માનસિક શાંતિ અને સહિષ્ણુતામાં વૃદ્ધિ થાય છે.
સંતાન ગોપાલ યંત્ર
જેને ત્યાં શેર માટીની ખોટ હોય એટલે કે સંતાન જન્મતું ન હોય તેણે બાલકૃષ્ણની મૂર્તિ સન્મુખ સંતાન ગોપાલ યંત્રની સ્થાપના કરીને બાલ સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. વળી 'પત્ર્યેષ્ટિ યજ્ઞા' કરવાથી પણ સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
વ્યાપાર વૃદ્ધિ યંત્ર
વ્યાપારમાં સફળતા ન મળતી હોય, વેચાણમાં વૃદ્ધિ ન થતી હોય, ધાર્યો નફો ન મળતો હોય, વારંવાર હાનિ થતી હોય, ચોરનો ભય રહ્યા કરતો હોય, અગ્નિનો ભય રહેતો હોય, વારંવાર અનેક પ્રકારની મુશ્કેલીઓ કે અંતરાય આવ્યા કરતા હોય ત્યારે વ્યાપાર વૃદ્ધિ યંત્રની સ્થાપના કરી પૂજા-પાઠ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ અને લાભ થાય છે.
કુબેર યંત્ર
કુબેર એ દેવતાઓના કોપાધ્યક્ષ છે. તેમનું યંત્ર કુબેર યંત્ર તરીકે ઓળખાય છે. આ યંત્રનું ધનતેરસ અથવા દિવાળી પર ઘરના પૂજાખંડ કે મંદિરમાં સ્થાપી તેનું પૂજન કરવાથી અને તેને તિજોરી અથવા ગલ્લામાં મૂકવાથી અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે અને આવકનો પ્રવાહ વધે છે.
કનકધારા યંત્ર
આ યંત્રની ઉપાસનાથી ઋણ અને દારિદ્રમાંથી મુક્તિ મળે છે. બેરોજગારને નોકરી, વ્યાપારીઓને વ્યાપારમાં ઉન્નતિ સધાય છે. કનકધારા યંત્ર લક્ષ્મીપ્રાપ્તિ માટે ઉત્તમ અને ઐશ્વર્ય પ્રદાન કરવામાં સમર્થ છે.
સરસ્વતી યંત્ર
પરીક્ષામાં સફળતા મેળવવા, ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરવા, બુદ્ધિ કુશાગ્ર કરવા, મંદબુદ્ધિવાળાઓ માટે બુદ્ધિની ક્ષમતા વધારવા, સ્મરણશક્તિની તીવ્રતા વધારવા માટે સરસ્વતી યંત્ર ઉત્તમ છે. સરસ્વતી માતા વિદ્યાની દેવી છે. તેમની કૃપા મેળવવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા કલાના ઉપાસકોએ સરસ્વતી યંત્રની ઉપાસના નિયમિત કરવી જોઈએ.
વિદ્યાદાયક યંત્ર
વિદ્યાદાયક યંત્ર પણ માતા સરસ્વતીનું જ યંત્ર છે. આ યંત્રનાં દર્શન-પૂજનમાત્રથી સરસ્વતી દેવીની અસીમ અનુકંપા પ્રાપ્ત થાય છે. વિદ્યાપ્રાપ્તિનાં દ્વાર ખૂલે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ધારી સફળતા મળે છે.
ગણપતિ યંત્ર
ગણપતિજી પ્રથમ પૂજ્ય છે. વિઘ્નહર્તા દેવ છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરતા પહેલાં તેમનું પૂજન કરવામાં આવે છે. શુભ કાર્યની સફળતા માટે ગણપતિ યંત્રનું પૂજન કરાય છે. તે વિઘ્નોને દૂર કરે છે. રિદ્ધિ-સિદ્ધિ આપે છે. દરેક શુભ કાર્યોમાં તે હંમેશાં સહાયક બને છે.
હનુમાન યંત્ર
હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોનાં તમામ પ્રકારનાં કષ્ટો દૂર થાય છે. હનુમાન યંત્રની પૂજા પુરુષોની અનેક બીમારીઓને નષ્ટ કરે છે. આ યંત્ર મનુષ્યોને વિશેષ વ્યાધિ, શાંતિ, મોહન, મારણ, સ્તંભન, ભૂતભય, સંકટ, વશીકરણ, યુદ્ધ, રાજદ્વાર, સંગ્રામ અને આવી પડતાં સંકટો સામે અષ્ટસિદ્ધિ પ્રદાન કરે છે.
વાસ્તુ યંત્ર
વાસ્તુદોષના નિવારણ માટે અને વાસ્તુ પુરુષની કૃપાપ્રાપ્તિ માટે આ વાસ્તુ યંત્રનું પૂજન કરવામાં આવે છે. જ્યાં તેની સ્થાપના કરાય છે ત્યાં સુખ-સમૃદ્ધિનું વર્ચસ્વ વધે છે.
મત્સ્ય યંત્ર
કઠોર પરિશ્રમ કરવા છતાં પણ વ્યાપાર અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા મળતી ન હોય ત્યારે મત્સ્ય યંત્રની પૂજા-ઉપાસના કરવાથી શત્રુઓ પર વિજય મળે છે, કોર્ટ કેસમાં જીત મળે છે, રોકાયેલાં કામોમાં સફળતા મળે છે અને ખરાબ નજર સામે રક્ષણ મળે છે. વ્યક્તિનો ચોટ, દુર્ઘટના, દુર્ભાગ્ય વગેરે સામે બચાવ થાય છે.
કાલસર્પ યોગ યંત્ર
કાલસર્પ યોગ જેવા અશુભ યોગથી પીડાતી વ્યક્તિને દુર્ભાગ્યમાંથી છુટકારો મેળવવા માટે અને અનિષ્ટ કર્મોનાં નિવારણ માટે કાલસર્પ યંત્રની પૂજા-પ્રતિષ્ઠા થકી લાભ મળે છે. સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ સમયે આ યંત્રની વિધિવત્ પ્રતિષ્ઠા કરવી જોઈએ. કાલસર્પ યંત્રના પૂજા-પાઠથી સંઘર્ષમય જીવનમાં માનસિક અને શારીરિક શાંતિ પ્રાપ્ત થાય છે.
બગલામુખી યંત્ર
માતા બગલામુખીની પૂજા-ઉપાસના કરવાથી શત્રુઓનો ભય રહેતો નથી. શત્રુઓના નાશને માટે બગલામુખી યંત્ર ઉત્તમ ફળદાયી છે. આ યંત્રની સાધનાથી શત્રુના ભયમાંથી મુક્તિ મળે છે, વાણીની સિદ્ધિ મળે છે. તેની ઉપાસનાથી કટ્ટર બળવાન શત્રુ પણ પરાજિત થઈ જાય છે. શત્રુશમન માટે માતા બગલામુખી અથવા તેમના યંત્રની નિયમિત પૂજા-ઉપાસના કરવી જોઈએ.
મહામૃત્યુંજય યંત્ર
મહામૃત્યુંજયનો અર્થ થાય છે મૃત્યુ પર વિજય. તે માનવજીવન માટે એક અભેદ્ય કવચ સમાન છે. બીમારી, દુર્ઘટના, મૃત્યુના ભય વખતે તે સહાયક સિદ્ધ થાય છે. મહામૃત્યુંજય યંત્ર મનુષ્યને અકાળે મૃત્યુમાંથી બચાવવાની શક્તિ ધરાવે છે. તે વ્યક્તિને પુત્ર-પૌત્રાદિ, આરોગ્ય અને દીર્ધાયુ પ્રદાન કરે છે.
વાહન દુર્ઘટનાનાશક યંત્ર
વાહન દુર્ઘટનાનાશક યંત્ર વાહન અને વાહનચાલક માટે કવચ સમાન છે. તેનાથી વાહન અભિમંત્રિત અને સુરક્ષિત થઈ જાય છે. આ યંત્રની હાજરીથી વાહન યોગ્ય સમયે લક્ષિત સ્થાન પર વિના વિઘ્ને પહોંચી જાય છે.
ગાયત્રી યંત્ર
પાપને નષ્ટ કરવા અને પુણ્યના ઉદય માટે ગાયત્રી યંત્ર ખૂબ જ કારગર નીવડે છે. ગાયત્રી યંત્રની નિયમિત પૂજા-ઉપાસના કરવાથી તે વ્યક્તિને અપાર સુખ મળે છે. અનેક જન્મોનાં પાપો નષ્ટ થાય છે અને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આકર્ષણ યંત્ર
આ યંત્રની ઘરમાં સ્થાપના કરીને તેની નિયમિત પૂજા કરવી જોઈએ. તેની ઉપાસનાથી આકર્ષણની શક્તિમાં વધારો થાય છે. તે લાલ કપડામાં રાખી ખિસ્સામાં રાખવાથી ઇચ્છિત વ્યક્તિને પોતાના તરફ આકર્ષી શકાય છે. ૪૨ દિવસો સુધી આ પ્રયોગથી ઇચ્છિત સફળતા અવશ્ય મળે છે.
'પત્ર્યેષ્ટિ યજ્ઞા' કરવાથી પણ સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે.
વ્યાપાર વૃદ્ધિ યંત્ર
વ્યાપારમાં સફળતા ન મળતી હોય, વેચાણમાં વૃદ્ધિ ન થતી હોય, ધાર્યો નફો ન મળતો હોય, વારંવાર હાનિ થતી હોય, ચોરનો ભય રહ્યા કરતો હોય, અગ્નિનો ભય રહેતો હોય, વારંવાર અનેક પ્રકારની મુશ્કેલીઓ કે અંતરાય આવ્યા કરતા હોય ત્યારે વ્યાપાર વૃદ્ધિ યંત્રની સ્થાપના કરી પૂજા-પાઠ કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ અને લાભ થાય છે.
કુબેર યંત્ર
કુબેર એ દેવતાઓના કોપાધ્યક્ષ છે. તેમનું યંત્ર કુબેર યંત્ર તરીકે ઓળખાય છે. આ યંત્રનું ધનતેરસ અથવા દિવાળી પર ઘરના પૂજાખંડ કે મંદિરમાં સ્થાપી તેનું પૂજન કરવાથી અને તેને તિજોરી અથવા ગલ્લામાં મૂકવાથી અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે અને આવકનો પ્રવાહ વધે છે.
કનકધારા યંત્ર
આ યંત્રની ઉપાસનાથી ઋણ અને દારિદ્રમાંથી મુક્તિ મળે છે. બેરોજગારને નોકરી, વ્યાપારીઓને વ્યાપારમાં ઉન્નતિ સધાય છે. તે લક્ષ્મીપ્રાપ્તિ માટે ઉત્તમ અને ઐશ્વર્ય પ્રદાન કરવામાં સમર્થ છે.