ચેન્નાઈ, 23 ઓગસ્ટ
તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ કાવેરી નદી પ્રાધિકરણ (સીઆરએ)ની બેઠક બોલાવવાની માગણી કરતા પ્રધાનમંત્રી મનમોહનસિંહને આગ્રહ કર્યો કે તે કર્ણાટકને પાણી છોડવાનો આદેશ આપે.આનાથી કાવેરી ક્ષેત્રમાં પાક વાવણીમાં મદદ થશે.જયલલિતાએ તેમના પાછલા પત્રનો હવાલો ટાંકતા પ્રધાનમંત્રીને જણાવ્યું કે કેટલાક ખાસ મુદ્દા વિશે તુરંત સીઆરએની બેઠક બોલાવવા માટેના આગ્રહને હજુ સુધી મંજુર કરવામાં નથી આવ્યો.
એમણે જુલાઈમાં રાજ્ય સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજીનો હવાલો પણ ટાંક્યો હતો. કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકારને પોતાના વિચારો રજૂ કરવા જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી સીઆરએના અધ્યક્ષની રૂએ કોઈ પણ પૂર્વગ્રહ વિના એક બેઠક બોલાવી શકે છે.એમણે ઉમેર્યું કે કર્ણાટક ન્યૂત્તમ પાણી આપવાનો પણ વિરોધ કરે છે.જેના કારણે તમિલનાડુનો મેતુર બંધ હજુ સુધી શરૂ થઈ શક્યો નથી.
તમિલનાડુ મુખ્યમંત્રીએ જણાવ્યું કે કાવેરી ડેલ્ટામાં કુરુવાઈ પાક ખોઈ ચુકેલા ખેડૂતો તેમની આજીવિકા માટે કમ સે કમ એક પાક લેવાની ઈચ્છા રાખે છે.ડિસ્ટ્રેઈટ શેયરિંગ ફોર્મ્યુલા મુજબ કર્ણાટકને પાણી છોડવાની સલાહ આપવામાં આવે. આ ઉપરાંત સીઆરએ ના કામકાજના નિયમો અનુસાર બેઠકમાં અધ્યક્ષ સિવાયના સભ્યોની સંખ્યા બે ના બદલે ત્રણ હોવી જોઈએ.