180X600.jpg
May 30,2016 12:16:46 PM IST
 

ફિલ્મ રિવ્યૂ: વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા

Aug 16, 2013 13:26 Entertainment >
 
Movie,Review,Once Upon a Time in Mumbai,once upon a time in mumbaai dobara,Ajay Devgan,Akshay Kumar Tags:   Movie Review Once Upon a Time in Mumbai once upon a time in mumbaai dobara Ajay Devgan Akshay Kumar comment     E-Mail     Print    
 
Viewed: 20490
Rate: 3.3
Rating:
Bookmark The Article

16 ઓગસ્ટ

કલાકારો

અક્ષય કુમાર, સોનાક્ષી સિંહા અને ઇમરાન ખાન

નિર્દેશક
 મિલન લુથરિયા

નિર્માતા
એકતા કપૂર

સંગીતકાર
પ્રીતમ

રેટિંગ


અક્ષય કુમાર, સોનાક્ષી સિન્હા અને ઇમરાન ખાનની ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા આજે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. લોકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઇને બેઠા હતા. ખાસ કરીને અક્ષય કુમારના ચાહકોમાં આ ફિલ્મોની ઘણી ઉત્સુકતા જોવા મળી હતી. આ ફિલ્મ 2010માં રિલીઝ થયેલી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈની સીક્વલ છે.

કહાની

પહેલાં ભાગમાં અજય દેવગણ, ઇમરાન હાશ્મી અને કંગના રાણાવતે મુખ્ય ભૂમિકા ભજવી હતી પરંતુ તેની સીક્વલમાં અક્ષય કુમાર, ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારાને જોવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો પરંતુ જ્યાં સુધી ફિલ્મની વાત છે તો ફિલ્મ લોકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી.

અજય દેવગણ અને ઇમરાન હાશ્મીની એક્ટિંગના કારણે વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારા એક બ્રાન્ડ બની ગઇ હતી. પરંતુ તે બ્રાંડની સીક્વલમાં કંઇ પણ એવુ હતુ નહિ જે લોકોને એક જ નજરે ગમી જાય. જો કે અક્ષય કુમારના પાત્રએ ફિલ્મમાં જે પંચ આપ્યા છે તે ફક્ત ફિલ્મનો પ્લસ પોઇન્ટ છે. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ દોબારામાં ઇમરાન ખાનની એક્ટિંગ કંઇ ખાસ જોવા મળી નથી. જો કે ફિલ્મના ગીતો પણ લોકોને ગમી જાય તેવા છે.

ફિલ્મમાં અક્કીએ શોએબની ભૂમિકા કરી છે. તે અન્ડવર્લ્ડ પર પોતાની પકડ મજબૂત કરવા માટે મિર્ઝાને આસાનીથી પછાડી દે છે. તેને દુષ્ટ બનવુ ખૂબ પસંદ છે તે તેની જાત પાસેથી કોઇ સારા કામની આશા પણ રાખતો નથી. પરંતુ તેનાં વર્ચસ્વને તોડી પાડવા માટે તેના બે દુશ્મનો વર્ધા અને વરૂણ મેદાને પડે છે. તે શોએબનું અસ્તિત્વ ગુમાવી દેવા માંગે છે. પરંતુ તેના માટે આ કંઇ ખાવાનાં ખેલ નથી. શોએબનો તમામ બિઝનેસ એક હોંશિયાર વ્યક્તિ એવો જાવેદ સંભાળતો હોય છે.

શોએબનો એક મિત્ર હોય છે. તેના મિત્ર એવા અસલમ(ઇમરાન ખાન)ને તે ઝુંપડપટ્ટીની મુલાકાત દરમિયાન સાથે લાવ્યો હોય છે. તે ઝુપડપટ્ટીમાં એક જમાનામાં અસલમ પણ રહેતો હોય છે. પરંતુ, તેના જીવનમાં ખુબસૂરત હસીના જસ્મીનનાં પ્રવેશથી બન્નેની મૈત્રીમાં એક વળાંક આવી જાય છે.આ ફિલ્મની પટકથા પણ થોડી ઘણી પ્રેડિક્ટેબલ છે.

સિનેમેટોગ્રાફર અયન્કા બોઝે 80નાં દાયકાને શાનદાર રીતે કેમેરામાં કંડાર્યો છે. ફિલ્મમાં કારથી લઇને કેબ્રે જેવા વિવિધ સેટ્સ પણ આ દાયકાની અનુભૂતિ કરાવે તેવા છે. નિર્દેશકની આ ફિલ્મમાં એક અપીલ છે અને તેમને કલાકારો પાસેથી કામ કઢાવવામાં પણ તેમને પોતાની સુઝબુઝ બતાવી છે.અક્ષય કુમારે વિલનની ભૂમિકા કરી હોવા છતાં પણ ફિલ્મનો હિરો પણ બનીને ઉભરી આવ્યો છે. તેમણે ગંભીરતા અને ચાલાકી બંન્ને સારી રીતે રજૂ કરી છે.

પરંતુ અસલમની ભૂમિકામાં ઇમરાન ખાન કાચો પડ્યો છે. સોનાક્ષી પાસે 'લૂટેરા' બાદ આ પ્રકારનાં અભિનયથી ઓછુ કંઇ ખપે નહીં તેમણે ફરીવાર શાનદાર કામ કરી બતાવ્યું છે. બાર વર્ષ પછી વિલેન બનેલા અક્ષય કુમારનો સ્ટાઇલિશ અંદાજ અને ખરાબ માણસનો લુક જે તેના ફેસમાં  બિલકુલ બદલાયેલો જોવા મળે છે.

ફિલ્મની કહાનીમાં કંઇ ખાસ નથી, એક ડોન અને તેની પ્રેમિકાની કહાની છે. બધાને ભેગુ કરીએ તો કહી શકાય કે, પર્સનલ કરવાના ચક્કરમાં ફિલ્મને નિર્દશકે ક્યાંની ક્યાંય પહોંચાડી દીધી.

સંગીત
ફિલ્મના બે ગીતો તો પહેલાથી જ હિટ છે. તે જ ફિલ્મનુ બેકગ્રાઉન્ડ સંગીત પણ શ્રેષ્ઠ છે. ફિલ્મમાં પ્રીતમનો બેકગ્રાઉન્ડ સ્કોર અને સાઉન્ડટ્રેક પણ સારો છે. એક એક ધૂન સીન્સ સાથે બંધ બેસતો જોવા મળ્યો છે.
 
Share This

 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com