|
|
આલુ બીન્સ
|
|
Aug 27, 2012
|
Special >
Recipes
|
|
|
|
|
|
|
સામગ્રી
- ફ્રેન્ચ બીન્સ - ૧૨-૧૫ નંગ
- બટાકા - ૧ નંગ
- તેલ - ૨ ટેબલસ્પૂન
- સૂકાં મરચાં - ૩-૪ નંગ
- રાઈ- ૧ ટીસ્પૂન
- અડદની દાળ - ૨ ટીસ્પૂન
- મીઠો લીમડો - ૮-૧૦ પાન
- ડુંગળી - ૨ નંગ
- મીઠું - સ્વાદ પ્રમાણે
- આદું - ૧ ઈંચ
- છીણેલું નારિયેળ - ૧/૨ ટેબલસ્પૂન
- સમારેલી કોથમીર - ૨ ટેબલસ્પૂન
રીત
- એક કડાઈમાં તેલ ગરમ કરો.
- હવે તેમાં લાલ સૂકાં મરચાં, રાઈ, અડદની દાળ, મીઠો લીમડો અને ડુંગળી નાખી ૨થી ૩ મિનિટ સાંતળો.
- ત્યારબાદ તેમાં બટાકા અને મીઠું નાખી પકવો.
- હવે તેમાં બીન્સ, આદું અને ૫-૬ ટેબલસ્પૂન પાણી નાખી મિક્સ કરો અને થોડી વાર પકવો.
- પછી તેને છીણેલા નારિયેળ અને કોથમીર સાથે ગાર્નિશ કરી ગરમ-ગરમ સર્વ કરો.
|
|
|
|
|
|
Share This
|
|
|
|
blog comments powered by
|
|
|
|
|
|
|
|