Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 09:15:48 PM IST
 

જામનગરમાં ચોરીના ૩ બનાવમાં તસ્કરોને રૂ.ત્રણ લાખનો ધનલાભ

Aug 28, 2012 Rajkot > Jamnagar
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 145
Rate: 0
Rating:
Bookmark The Article

જામનગર,તા,ર૭:

જામનગર શહેરમાં ચોરીના ત્રણ બનાવમાં તસ્કરોએ રૂ. ત્રણ લાખનો ધનલાભ લીધો હતો. આ ત્રણેય બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા શોધખોળ આદરી છે.

  • રમણપાર્ક, રાજપાર્ક સોસાયટીમાંથી રૂ. ર.૩૦ લાખની ચોરી

પ્રથમ બનાવમાં શહેરના રમણપાર્ક સોસાયટી, રાજપાર્કમાં રહેતા હિંમાશુભાઈ વેલજીભાઈના મકાનની પાછળની દિવાલની બારી ખોલી બેડરૂમના કબાટના ખાના ખોલી રૂ. ર,૩૦ લાખની માલમતા ચોરી કરી ગયા હતા.

બીજા બનાવમાં શહેરના વૃંદાવન પાર્ક પરથી વી.એમ. કંપનીના નેટવર્કની ઓડીના નકુચા ચોડી તસ્કરો રૂ. ૪૮ હજારની કિંમતની ર૪ નંગ બેટરી ચોરી જતાં પોલીસમાં ફરિયાદ થઈ છે. તેવી જ રીતે જનતા ફાટક પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષની છત પરથી ઈન્ટરનેટ વર્કીગ ડીવાઈસ પંદર હજારની કિંમતનું બે નંગ કોઈ તસ્કર ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

જુગારના દરોડાઃજામનગરમાં ખારવા ચકલામાં જુગાર રમતા અલ્તાફ બ્લોચ, રામજી બાંભણીયા, ઈભમુઈન કાદરીને રોકડ રકમ અને મોબાઈલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. જયારે કાલાવડમાં જુગાર રમી રહેલા કેતન લાખાભાઈ ભરવાડ, ખેંગાર ભરવાડ, મહેબુબ સમાને પોલીસે ઝડપી લીધા હતા.

દારૂ પકડાયોઃજામનગરમાં દિગ્વિજય પ્લોટ ડો. ડાંગરના દવાખાના પાસેથી બાઈક પર ૩૪ બોટલ દારૂ લઈને નિકળેલા શૈલેષ બળવંતભાઈ શુકલ અને વિરલ મનોજભાઈ શુકલને પોલીસે ઝડપી લઈ રૂ. ૬૭પ૦૦નો મુદામાલ કબજે કર્યો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com