180X600.jpg
Apr 29,2016 07:20:33 AM IST
 

રાષ્ટ્રીય કક્ષાના ગણિત મહોત્સવમાં વલવાડા સ્કૂલની કૃતિ તૃતીય ક્રમે

Aug 28, 2012 00:32 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1297
Rate: 5.0
Rating:
Bookmark The Article

વલવાડા, તા.૨૭

ભારતના પ્રખર ગણિત શાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનની ૧૨૫માં જન્મ વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ભારત સરકારે જાહેર કરતા વિજ્ઞાન પ્રસાર નેટવર્ક ઓફ સાયન્સ ન્યુ દિલ્લી પ્રેરીત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર, સાયન્સ સીટી અમદાવાદ અને ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ કલ્બના ઉપક્રમે સાતમો રાષ્ટ્રીય કક્ષાનો ગણિત મહોત્સવ સાયન્સ સીટી અમદાવાદમાં યોજાયો હતો.

  • મહોત્સવમાં દેશના ૧૪ રાજ્યોની શાળાઓએ ભાગ લીધો હતો

જેમાં વલવાડા વિભાગ કેળવણી મંડળ સંચાલીત ધનગૌરી સાર્વ.વિધાલયના ગણિત શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રજુ કરેલા વૈદિક ગણિતના પ્રોજેકટે ૧૪ રાજયોના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ત્રીજો ક્રમ મેળવી મહુવા તાલુકા સાથે સુરત જીલ્લાનું નામ રાષ્ટ્રીયકક્ષાએ રોશન કર્યું હતુ. વલવાડા ધનગૌરી સાર્વ.વિદ્યાલયના શિક્ષકો કુ.ચંદ્કિ તુલી તથા વિધાર્થીઓ આકાશ પ્રજાપતિ અને રોશન પટેલ વિગેરેએ રજૂ કરેલા વૈદિક ગણિત આધારીત પ્રોજેકટેમાં બાળકોમાં ગણિત પ્રત્યે ઋચી વધે તે રીતે ગુણાકાર અને વર્ગમુળ, સરવાળા, બાદબાકી વિગેરે કેવી રીતે સરળતાથી સમઝાવી શકાય તે રીતે વૈદિક ગણિત રજૂ કર્યું હતુ.

આ સાથે જ તેઓએ વલવાડા હાઇસ્કુલનુ ગૌરવ વધાર્યુ હતુ. અંતે ઇસરોના ડાયરેકટર એ.એસ. કિરણકુમારના હસ્તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રનું વિતરણ કરાયુ હતુ.

હાઇસ્કુલની રાષ્ટ્રીય સિધ્ધિને બિરદાવતા આજે વલવાડા કેળવણી મંડળના પ્રમુખ સતિષ પટેલ, ઉપપ્રમુખ ભગુભાઇ પટેલ, મંત્રી ઇચ્છુભાઇ પટેલ, ઇન.આચાર્ય ઇશ્વરસિંહ ચૌહાણ વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com