ઉદેપુર 28, ઓગસ્ટ
રાજસ્થાનના ઉદેપુરનું નામ રોશન કરવાવાળા ઈકબાલ સક્કાએ પોતાની સુક્ષ્મતમ કલાકૃતિની કારીગરિથી એક વાર ફરી વિશ્વ સ્તર પર દેશનો પરચમ લહેરાયો છે. સરોવરની નગરીમાં સુક્ષ્મતમ વસ્તુઓ બનાવનાર કલાકાર ઈકબાલ સક્કાએ હાલમાં જ વિશ્વની સૌથી નાની સોના-ચાંદીની બુકો બનાવી હતી. સોના-ચાંદીની બુકોમાંથી સોનામાંથી બનાવેલી બુકને યૂનિક વર્લ્ડ રેકોર્ડ બુકના 2012ના સંસ્કરણમાં વિશ્વની સૌથી નાની સોનાની બુક તરીકે સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે સક્કાએ એક લાંબા કઠોર પરિશ્રમ બાદ સ્વર્ણ ધાતુમાંથી તૈયાર કરવામાં આવેલી બુકની ઉંચાઈ માત્ર છ મિલીમિટર, પહોળાઈ ચાર મિલીમિટર અને મોટાઈ ત્રણ મિલીમિટર તથા 64 પત્તા લીધેલી આ સ્વર્ણ બુકનું વજન માત્ર 500 મિલીગ્રામ છે. વિશ્વ એકતા, વિશ્વ શાંતીનો સંદેશ આપતી સોનાના આ પુસ્તકમાં અરબી ભાષામાં અલ્લાહ, સંસ્કૃતમાં ઓમ, ઈસાઈ ધર્મનો ક્રોસ તથા શિખ ધર્મનું પ્રતિક ચિન્હ દરેક પત્તા પર ઝીણવટભરી રીતે લખ્યું છે.