Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:28:49 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સ્વામીના આરોપ-બોમ્બનું સુરસુરિયું! (ગાંડી કુકરીનું ડહાપણ)

Aug 28, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 864
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંડી કુકરીનું ડહાપણ - ચતુરસેન

"ચિદમ્બરમ્ માટે ગૃહ મંત્રાલય ગ્રહણ જેવું હતું. હવે તેમણે એ મંત્રાલય છોડી દીધું છે એટલે તેમના પક્ષે બધાં સારાં વાનાં થઈ રહ્યાં છે." ચતુરસેને ઠાવકાઈથી વાત શરૂ કરી.

"હા, એ સાચી વાત. એક તો તેમનું ગમતું, ફાવતું અને ભાવતું નાણા મંત્રાલય મળી ગયું છે અને હવે સુબ્રહ્મણ્યમ્ સ્વામીએ તેમના પર કરેલા કેસમાંથી પણ સુપ્રીમે ક્લીનચિટ આપી દીધી છે."

"પણ, સ્વામી હજુ ચિદમ્બરમ્નો કેડો મૂકવાના મૂડમાં દેખાતા નથી. તેમણે સુપ્રીમના ચુકાદાને 'ખરાબ' ગણાવ્યો અને પોતે પુર્નિવચાર માટે અરજી કરશે એવી જાહેરાત પણ કરી દીધી છે."

"જાહેરાત તો કરવી જ પડેને... દિલ્હી હાઈકોર્ટે જ્યારે ચિદમ્બરમ્ને રાહત આપી ત્યારે સ્વામીએ સુપ્રીમમાં જવાની ધમકી આપી હતી અને હવે સુપ્રીમથી મોટી કોઈ કોર્ટ નથી એટલે રિવ્યૂ પિટિશનનું રટણ શરૂ કર્યું છે."

"હા, આપણા છોકરાઓને 'સિંદરી બળી જાય પણ વળ ન મૂકે' અને 'મિયાં પડયા તોય ટંગડી ઊંચી' વાળી કહેવત શીખવવી હોય તો સ્વામી આદર્શ ઉદાહરણ બની રહે એમ છે."

"સારું કહેવાય, સ્વામી કોઈ બાબતમાં તો આદર્શ ઠરી શકે એમ છે!"

"સાવ એવું નથી, એ સારા વકીલ છે, શિક્ષક છે, અર્થશાસ્ત્રી છે, લેખક છે અને રાજકારણી પણ છે..."

"એ જે હોય તે પણ અત્યારે તો સ્વામીએ ચિદમ્બરમ્ પર ફોડવા ધારેલા આરોપ-બોમ્બનું સાવ સુરસુરિયું થઈ ગયું છે, એનું શું?!"

રાજનો મહારાષ્ટ્ર-ધર્મ

"રાજ ઠાકરેએ તો ભારે ક્રાંતિ કરી નાખી!" ચતુરસેન બોલ્યા.

"હા, તેણે મુંબઈમાં કાઢેલી રેલી કેટલી મોટી વિશાળ હતી!" ફાંકેરામની આંખોની પહોળાઈએ બતાવી દીધું કે તે કેટલો પ્રભાવિત થઈ ગયો હતો.

"અરે ગાંડા, એમ કાંઈ રેલી-સરઘસો કાઢીને ક્રાંતિ થોડી થાય..."

"ક્રાંતિ નહીં તો ક્રાંતિની શરૂઆત તો થાયને..." ફાંકેરામે ભોળાભાવે દલીલ કરી.

"કરવી હોય તો થાય પણ રાજ ઠાકરેને ક્યાં કોઈ ક્રાંતિ કરવી છે, એમને તો આખરે સત્તા જ જોઈતી હશેને?!"

"રાજે ક્રાંતિ કરી નાખી એવું તમે તો હમણાં બોલ્યા અને હવે ફરી જાવ છો?"

"ફરી જવાની વાત નથી ફાંકે... ક્રાંતિ એ અર્થમાં કે રાજના કાકા, ગુરુ, ગોડફાધર કે જે કહો એ શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ આજ સુધી 'આમચી મુંબઈ'થી જ ચલાવ્યું છે અને હવે આ ભત્રીજા-કુંવર મહારાષ્ટ્ર ધર્મની વાત લઈને આવ્યા છે!"

"હા હોં, એ સાચી વાત છે. મતલબ કે એમને હવે માત્ર મુંબઈમાં જ રસ નથી પણ મહારાષ્ટ્રમાં રસ જાગ્યો છે. પણ મને લાગે છે કે રાજ ઠાકરેનું વિઝન બહુ ટૂંકું કહેવાય અત્યારે મહારાષ્ટ્ર-મહારાષ્ટ્ર કરશે અને પછી જો પીએમ થવાના અભરખા જાગશે તો મુશ્કેલી નહીં થાય!"

"વાહ, ફાંકેરામ તમે ઉદાહરણ પરથી સારી સમજ મેળવી લો છો... ચતુરસેન ખુશ હુઆ!"

purti.ardhsaptahik@sandesh.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com