કાનમાં કહું
મારી ગર્લફ્રેન્ડ એલિયન્સની ફેન્ટસીમાં રાચે છે. તેને એલિયન સાથે સેક્સ માણવાની ઇચ્છા થાય છે. તે મને એલિયનનો રોલ ભજવવાનું કહે છે, શું કરવું?
આ કોઈ સમસ્યા નથી. દરેક વ્યક્તિની સેક્સ માટે જાતજાતની કલ્પનાઓ હોય છે. હસ્તમૈથુન વખતે પણ ફેન્ટસીને કારણે જ મહત્તમ આનંદ મળતો હોય તેનો તમને કદાચ અનુભવ હશે. એની વે, સેક્સમાં રોલ-પ્લેયિંગ એક મહત્ત્વનો ભાગ છે. એલિયન કે બીજો કોઈ પણ રોલ ભજવવાનો આવે તો એમાં કશું ખોટું નથી. ઊલટાનું કેટલાંક દંપતીઓ સમાગમમાં તાજગી લાવવા માટે વિવિધ તરકીબો અપનાવતાં હોય છે, તેમાંની એક રોલ-પ્લેયિંગ છે. તમારી ગર્લફ્રેન્ડ તમારી પાસે સાચેસાચો એલિયન નથી માગતી એટલે નિશ્ચિંત રહો. સેક્સમાં આનંદ માટે એલિયન તો શું કંઈ પણ બની શકાય, બનવું જોઈએ. જસ્ટ એન્જોય ઇટ.
હસ્તમૈથુન કરવાથી શુક્રપિંડ નાનું થઈ જાય એ વાત સાચી?
આખી દુનિયામાં સૌથી વધુ ગેરસમજ ધરાવતા વિષયો નક્કી કરવામાં આવે તો હસ્તમૈથુન તેમાંનો એક હશે. હસ્તમૈથુન વિશે અનેક ગેરસમજો છે. શુક્રપિંડનું મુખ્ય કામ એ શુક્રકોષોનું નિર્માણ કરવાનું છે. સમાગમ દરમ્યાન કે હસ્તમૈથુન દરમ્યાન ચરમ અવસ્થાએ વીર્યની સાથે તેમાં તૈયાર થયેલા શુક્રકોષો બહાર નીકળે છે, તેથી વધારે સમાગમ કે વધારે હસ્તમૈથુન એ શુક્રપિંડને નાનું કરી નાખે તેવું નથી બનતું, પણ નાનું જ શુક્રપિંડ હોય અથવા તો તેનો વિકાસ જ ઓછો થયો હોય તો પછી તેમાં શુક્રાણુનું ઉત્પાદન ઓછું થાય એ સ્વાભાવિક છે.