Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 08:08:18 PM IST
 

ચારે પ્રકારની ઊર્જા પેદા કરવામાં સુરત મહાનગર પાલિકા પ્રથમ

Aug 28, 2012 Surat > Surat City
 
Tags:   local news comment     E-Mail     Print    
 
Viewed: 723
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા ૨૮

બાયોગેસ આધારિત ઊર્જા, સોલાર ઊર્જા, વિન્ડ પાવર જનરેશન અને વેસ્ટ ટુ એનર્જી એમ ચારે પ્રકારની ઊર્જા પેદા કરવામાં સુરત મહાનગરપાલિકા દેશની એકમાત્ર મહાનગરપાલિકા છે. તાજેતરમાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની બેઠકમાં સોલાર પાવર, વેસ્ટ ટુ એનર્જી અને વિન્ડ પાવર જનરેશન પ્રોજેકટને મંજૂરી આપી સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. પાલિકા દર વર્ષે વીજબિલ પેટે રૂ. ૭૫થી ૮૦ કરોડનો ખર્ચ કરે છે. પાલિકાની ર્વાિષક વીજ જરૂરિયાત પચાસ મેગાવોટની છે. આ ચારે પ્રકારના સ્રોતથી પાલિકા ર્વાિષક ૩૦ મેગાવોટ ઊર્જા પેદા કરશે જે પાલિકાની જરૂરિયાતના સાઠ ટકા છે.

વરાછામાં બીજા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ માટે જગ્યા પસંદ કરાઇ

વરાછા ઝોનમાં બીજું સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ બનાવવા માટે જગ્યા નક્કી કરવામાં આવી છે. સ્થાયી સમિતિ ચેરમેન ભીમજી પટેલ અને સ્થાનિક કોર્પોરેટર વિનોદ ગજેરાએ જણાવ્યું હતું કે બોમ્બે માર્કેટ રોડ પર તાજેતરમાં મફતનગર ઝૂંપડપટ્ટીનાં ૧૭૦૦ ઝૂંપડાંઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ટીપી આઠ ઉમરવાડા ફાઇનલ પ્લોટ નંબર ૩૦ તરીકે ઓળખાતી જગ્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસના હેતુ માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવી હતી. આ જગ્યા પરથી ઝૂંપડાંઓ દૂર થતા સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અહી તમામ પ્રકારની ઇનડોર અને આઉટડોર ગેમ ઉપલબ્ધ થશે. શહેરમાં અત્યારે અડાજણ અને વરાછા એમ બે સ્થળે સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ કાર્યરત છે.

એડિ. સિટી ઇજનેરના મુદ્દે હાઇકોર્ટમાં ત્રીજી સપ્ટેમ્બરની મુદત પડી

પાલિકામા એડિ. સિટી ઇજનેરની નિમણુંકના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે ત્રીજી સપ્ટેમ્બરની મુદત પડી હતી. કાર્યપાલક ઇજનેર જતીન દેસાઇએ એડિ. સિટી ઇજનેર તરીકે જે.કે.શાહની નિમણુંકને હાઇકોર્ટમાં પડકારી હતી. એડિ. સિટી ઇજનેરના વેઇટિંગ લિસ્ટને રદ કરવા તેમણે દાદ માંગી હતી. હાઇકોર્ટે પિટિશન દાખલ કરી ૨૭મીએ જવાબ રજૂ કરવા પાલિકા અને ત્રણ અધિકારીઓને નોટિસ કાઢી હતી. આ પ્રકરણમાં હાઇકોર્ટે જવાબ રજૂ કરવા ત્રીજી સપ્ટેમ્બરની મુદત આપી છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com