સિહોર તા.ર૮
પશુપાલન વ્યવસાય વૈજ્ઞાનિક પધ્ધતિથી અને વ્યાપારીકરણથી કરવો જોઈએ - વિપુલભાઈ ચૌધરી(ચેરમેન ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટીંગ ફેડરેશન)
ભાવનગર જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સર્વોત્તમ ડેરી ખાતે તા.ર૮-૮-૧ર ના રોજ દુધ દિવસ કાર્યક્રમ યોજાયેલ કાર્યક્રમનો આરંભ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવેલ. જયારે સ્વાગત પ્રવચન સર્વોત્તમ ડેરીનાં ડાયરેકટર માવજીભાઈ ભાલીયાએ કરેલ. આ કાર્યક્રમમા ગુજરાત કો.ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપતા જણાવેલ કે ઓછા પશુ રાખીને વધારે દુધ મેળવવાના અને કૃત્રિમ બીજદાનથી ઓલાદ સુધારવાના કાર્યક્રમો યોજવા જોઈએ. વધુમાં તેમણે પશુપાલન વ્યવસાયને વૈજ્ઞાનિક પધ્ધતિથી અને વ્યાપારીકરણથી કરવા તેમજ કૃષિ વ્યવસાયની જેમ પશુપાલન વ્યવસાયને ઓછા દરે ધીરાણની સવલતો મળવી જોઈએ. તેમ માર્ગદર્શન આપતા જણાવેલ કે સંઘ સાથે જોડાયેલ મંડળીઓને દુષ્કાળના કારણે પ૦% ના દરે ખાણદાણ આપવામાં આવશે. આ ઉપરાંત સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ બાબુભાઈ જેબલીયા, એસ.ટી.દેસાઈ, જિલ્લા રજીસ્ટ્રાર કે.આર.જેઠવા સહિતનાએ પ્રાસંગિક પ્રવચનો કરી સર્વોત્તમ ડેરીની વિકાસકુચને બિરદાવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેરીના જનરલ મેનેજર એચ.આર.જોષીએ કરેલ.