Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 11:13:44 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

ધર્મનાં ચાર સોપાન

Aug 29, 2012 Supplements > Shraddha
 
comment     E-Mail     Print    
 
Viewed: 1016
Rate: 0
Rating:
Bookmark The Article

જ્ઞાનગંગા - પ્રતીક પટેલ

જે પ્રમાણે ખિસકોલીએ સમુદ્ર પર સેતુનિર્માણ સમયે રેત લાવીને નાખી હતી તે જ રીતે જો દરેક વ્યક્તિ યથાશક્તિ દાન કરવાની ટેવ પાડે, તો આપણે આપણા અંતઃકરણના દોષોને સમાપ્ત કરી શકીએ છીએ.

ધર્મનાં મુખ્ય ચાર સોપાન છે. સત, તપ, દયા અને દાન. પ્રત્યેક મનુષ્યે ધર્મના આ ચારેય ગુણોને પોતાના હૃદયમાં ધારણ કરવા જોઈએ. રાજા ભરતે આ ચારેય ગુણોને પોતાના હૃદયમાં ધારણ કર્યા, સાથે-સાથે તેમને પોતાના જીવનમાં પણ અપનાવ્યા. તેથી તેમને ધર્મની ધુરી ધારણ કરનારની સંજ્ઞા આપવામાં આવી છે. સત્યને અપનાવીને જ આપણે હરિશ્ચંદ્ર ભલે ન બની શકીએ, પરંતુ યુધિષ્ઠિર તો બની જ શકીએ છીએ.

મનથી કરવામાં આવેલ જપ કે તપથી આપણા અંતઃકરણનાં દુઃખ, દોષ અને દ્વેષ સમાપ્ત થઈ જાય છે. આપણે આપણાથી નાના લોકો પર દયા રાખવી જોઈએ. આપણી અંદર એવા ગુણ હોવા જોઈએ કે આપણે બીજા પર દયા કરી શકીએ. આ જ રીતે ધર્મનો ચોથો ગુણ દાન છે.

જે પ્રમાણે ખિસકોલીએ સમુદ્ર પર સેતુનિર્માણ સમયે રેત લાવીને નાખી હતી તે જ રીતે જો દરેક વ્યક્તિ યથાશક્તિ દાન કરવાની ટેવ પાડે, તો આપણે આપણા અંતઃકરણના દોષોને સમાપ્ત કરી શકીએ છીએ.

યજ્ઞામાં હવન કરનાર વ્યક્તિને જેટલું પુણ્ય મળે છે, તેનાથી વધારે પુણ્ય યજ્ઞામાં મદદ કરનારને મળે છે. તેથી દરેકે યજ્ઞા જરૂર કરવા જોઈએ. પુરાણોમાં માનવકલ્યાણ માટે વેદોની રચના કરવામાં આવી છે. કોઈ પણ જગ્યાએ આયોજિત કરવામાં આવેલા મહાયજ્ઞા પ્રદેશ અને દેશની સાથે-સાથે વિશ્વ માટે પણ મંગળ સૂચક છે. ભારતીય સંસ્કૃતિ યજ્ઞા પર જ ટકેલી છે. યજ્ઞા એ ભારતીય સંસ્કૃતિનો મેરુદંડ છે.

ગુરુની મહિમાનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે ઉત્તમ શિષ્ય એ જ છે, જે ગુરુનાં કાર્યોમાં મદદ કરીને જીવનમાં ગુરુના આચરણને આત્મસાત્ કરે. તેનાથી ગુરુની શક્તિ શિષ્ટમાં પ્રગટ થાય છે. જેનાથી શિષ્યનું જીવન સફળ થઈ જાય છે.    

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com