રેસિપી -માધવી શાહ
સામગ્રી
* સ્પીનાચ બંચ (પાલક) - ૧ નંગ
* મેંદો - ૨ કપ
* બેકિંગ સોડા - ૧/૪ ટીસ્પૂન
* આદુ - ૧ ઈંચ
* અધકચરા લીલા મરચાં - ૨ નંગ
* મીઠું - સ્વાદ પ્રમાણે
* બટર - ૩ ટેબલસ્પૂન
* ડુંગળી - ૧ નંગ
* લસણ - ૩ કળી
* વાલ - ૪ ટેબલસ્પૂન
* તેલ - તળવા માટે
* કોથમીર - ૧ ટેબલસ્પૂન
રીત
* એક બાઉલમાં મેંદો, બેકિંગ સોડા, મીઠું, બટર અને પાણી ઉમેરી લોટ બાંધી લો.
* પાલકને ૧ મિનિટ સુધી બોઈલ કરી તેને ક્રશ્ડ
કરી લો.
* હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ડુંગળીને સાંતળો.
* ત્યારબાદ તેમાં પાલક, મીઠું, લસણ, આદુ, મરચાં, અને વાલ ઉમેરી પાણી શોષાઈ ન જાય ત્યાં સુધી પકવો.
* હવે લોટને ચાર ભાગમાં
* નાની અને પાતળી પૂરી બનાવી લો.
* ત્યારપછી તેમાં પાલકનું મિક્સચર નાખી તેને પોટલીના આકારમાં બાંધી દો.
* હવે પોટલીને તેલમાં નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
* એક સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર સાથે ગરમ ગરમ સર્વ કરો.