જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : આર્થિક બાબતો સુધરતી લાગે. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે પ્રતિકૂળતા વધે. લાગણીઓ આશાવાદી જણાય. પતિદેવ અને દાંપત્યજીવનમાં વિસંવાદિતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાનુકૂળ તક. કૌટુંબિક સ્વજનોથી મદદ, સહકાર. સંતાનના પ્રશ્નો પજવશે. તંદુરસ્તી સચવાય. યાત્રા, પર્યટનમાં સાનુકૂળ તક.
વૃષભ : નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં લાભની તક. લાગણીઓ પર ઠેસ જણાય. આર્થિક કામકાજો ગૂંચવાતાં લાગે. પતિદેવ, દાંપત્યજીવનમાં સંવાદિતા વધે. પ્રેમ, રોમાન્સ, મિત્રવર્ગમાં આનંદનો પ્રસંગ. સામાજિક પ્રસંગ સફળ બને. સંતાન સહયોગ આપે. તંદુરસ્તી જાળવવી પડે. પ્રવાસ, પર્યટનમાં વિઘ્ન દૂર થાય.
મિથુન : કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે વિઘ્નો વધે. પતિદેવ અને દાંપત્યજીવનમાં પ્રયત્નો ફળે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે રાહત મળે. લાગણીઓ પર સંયમ રાખવો. આર્થિક બાબતો ગૂંચવાતી લાગે. કૌટુંબિક સ્વજનથી સહકાર મળે. સંતાન અંગે સાનુકૂળતા. તંદુરસ્તી સુધારી શકો. યાત્રા, પર્યટનમાં આનંદ.
કર્ક : તંદુરસ્તી બગડતી લાગે. પ્રવાસ, પર્યટન અંગે તણાવ. લાગણીઓ વ્યથિત થાય. આર્થિક કામકાજો થઈ શકે. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં વિઘ્નથી લાભ. પતિદેવ, દાંપત્યજીવનમાં તણાવ. પ્રેમ, રોમાન્સ, મિત્રથી સહકાર. સામાજિક પ્રસંગ આનંદદાયક. સંતાન બાબતે સમસ્યા રહે.
સિંહ : કૌટુંબિક સ્વજનથી મનદુઃખ. સંતાન બાબતે હર્ષ રહે. લાગણીઓ સંયમિત રહે. આર્થિક બાબતોમાં સફળતા મળે. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સહયોગ રહે. પતિદેવ અને દાંપત્યજીવનમાં મતભેદ જણાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે બેચેની, વ્યથા. તંદુરસ્તીની ચિંતા રહે. યાત્રા, પર્યટનમાં વિલંબ.
કન્યા : ગુસ્સા પર કાબૂ રાખવો. આર્થિક કામકાજો ઉકેલી શકો. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધાય. પતિદેવ, દાંપત્યજીવનમાં સુખદ પ્રસંગ. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે બેચેની જણાય. સામાજિક પ્રસંગ સફળ બને. સંતાનની ચિંતા દૂર થાય. તંદુરસ્તી માટે પ્રતિકૂળતા જણાય. પ્રવાસ, પર્યટનમાં અવરોધો.
તુલા : પતિદેવ અને દાંપત્યજીવનમાં અશાંતિ. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે વ્યથા વધે. સંતાનથી સહકાર. કૌટુંબિક સ્વજનોથી મનમેળ. નોકર-ચાકરવર્ગથી રાહત. તંદુરસ્તી સચવાય. યાત્રા, પર્યટન સફળ બને. લાગણીઓ સમતોલ જણાય. આર્થિક બાબતો હલ કરી શકો. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સાનુકૂળતા વધે.
વૃશ્ચિક : નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સફળતા. પતિદેવ, દાંપત્યજીવનમાં હર્ષ. પ્રેમ, રોમાન્સ, મિત્રથી બેચેની. સંતાન અંગે તણાવ રહે. કુટુંબીજનોને સામાજિક પ્રસંગે સાનુકૂળતા રહે. તંદુરસ્તી જાળવવી પડે. પ્રવાસ, પર્યટન માટે સુખદ. લાગણીઓ ઘવાતી જણાય. આર્થિક કામકાજો માટે સાનુકૂળતા.
ધન : આર્થિક બાબતો માટે અગત્યની મદદ મળી રહે. કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે સફળ સંજોગો રહે. લાગણીઓ પર કાબૂ રહે. દાંપત્યજીવનમાં મનમુટાવ દૂર થાય. પ્રેમ, રોમાન્સ, મિત્રવર્ગ બાબતે પ્રતિકૂળતા. કૌટુંબિક સ્વજનોથી રાહત. સંતાન અંગે સુખદાયી પ્રસંગ. તંદુરસ્તીની ચિંતા રહે. યાત્રામાં વિઘ્ન જણાય.
મકર : સામાજિક પ્રસંગમાં સાનુકૂળતા. સંતાનથી તણાવ રહે. તંદુરસ્તી બગડતી લાગે. પ્રવાસ, પર્યટનમાં વિલંબ. લાગણીઓ અંગે પ્રતિકૂળતા. આર્થિક કામકાજો ગૂંચવાતાં લાગે. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સંઘર્ષ જણાય. પતિદેવ, દાંપત્યજીવનમાં પ્રસન્નતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ચિંતા.
કુંભ : કાર્યક્ષેત્ર, વ્યવસાય માટે અગત્યનું કામ થાય. લાગણીઓ વ્યથિત રહે. આર્થિક બાબતો બગડતી લાગે. પતિદેવ અને દાંપત્યજીવનમાં ગેરસમજ થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ચિંતા દૂર થાય. કૌટુંબિક સ્વજનોથી તણાવ વધે. સંતાનની સમસ્યા રહે. તંદુરસ્તી બગડવા ન દેવી. યાત્રા, પર્યટનમાં સાવધાન.
મીન : પ્રેમ, રોમાન્સમાં અવરોધ. સામાજિક પ્રસંગ સુખદ. સંતાન અંગે ચિંતા. લાગણી ઘવાતી હોય તેવું લાગે. આર્થિક કામકાજો ઉકેલાય. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સાનુકૂળ તક. પતિદેવ, દાંપત્યજીવનમાં પ્રસન્નતા. તંદુરસ્તી સાચવવી. પ્રવાસ, પર્યટનમાં અવરોધ.