મુંબઈ, 4 ઓગસ્ટ
છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડની ફિલ્મોમાં અભિનેત્રી પ્રીતિ ઝિંટા જોવા મળી નથી, પરંતુ આગામી દિવસોમાં તેની ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને આ ફિલ્મને તે પોતે પ્રોડ્યૂસ કરી રહી છે. ફિલ્મ 'ઈશ્ક ઈન પેરિસ' નું શુટિંગ કરીને પરત ફરી રહેલી પ્રીતિ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
પ્રીતિ જીન્સ અને સામાન્ય રીતે ઢીલી ટી શર્ટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ કેઝ્યૂલ જોવા મળી રહી હતી. જો કે તે પોતાના આ લુકને પોતાના ચાહકોથી છૂપાવવા માંગતી હતી, તેવું તેનાં વર્તન પરથી લાગી રહ્યું હતું. તે ગાડીમાં બેઠાં બાદ પણ પોતાનું મોં મીડિયા સામે છૂપાવી રહી હતી. પ્રીતિની ફિલ્મ 'ઈશ્ક ઈન પેરિસ' 5મી સપ્ટેમ્બરનાં રોજ રિલીઝ થઈ રહી છે.જો કે આ ફિલ્મને રિલીઝ થવામાં વધુ વાર નથી, તેથી પ્રીતિ હવે સીધી ફિલ્મ દ્વારા જ પોતાના દર્શકો સામે આવવા માંગે છે.