Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 09:09:17 AM IST
 

શ્રીદેવીએ ફ્રેન્ચ એક્ટરને હિન્દી શીખવાડયું

Sep 05, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Sridevi English Vinglish Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 836
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ, 5 ઓગસ્ટ

ગૌરી શિન્દેની ફિલ્મ 'ઇંગ્લિશ વિંગ્લિશ'થી ફિલ્મોમાં લાંબા ગાળે વાપસી કરી રહેલી 'હવાહવાઈ' શ્રીદેવી આમ તો તેના અતડા સ્વભાવ માટે જાણીતી છે પરંતુ 'ઇંગ્લિશ વિંગ્લિશ'નાં શૂટિંગ દરમિયાન તે સાથી કલાકારો તેમજ ક્રૂ મેમ્બર્સ સાથે હળીમળી ગઇ હતી અને ફિલ્મમાં મહત્ત્વની ભૂમિકા કરી રહેલા ફ્રેન્ચ એક્ટર મેહદી નેબ્બોઉને તેણે હિન્દી અને તમિલ ભાષાઓ પણ શીખવી હતી.

ફિલ્મના સહનિર્માતા આર. બાલ્કીએ જણાવ્યું હતું કે ન્યૂયોર્કમાં 'ઇંગ્લિશ વિંગ્લિશ'નાં શૂટિંગ દરમિયાન શ્રીદેવી અતડાપણું છોડી બધાંની સાથે હળીમળી ગઇ હતી. મેહદી સાથે તો તેની સારી મિત્રતા થઇ ગઇ હતી. મેહદીને તેણે હિન્દી અને તમિલ ભાષાઓ શીખવી હતી અને બદલામાં તેની પાસેથી તે કેટલાક ફ્રેન્ચ શબ્દો શીખી હતી.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com