Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 02:57:21 PM IST
 

લાલ કિતાબમાં જણાવેલા રાશિ અનુસાર ઉપાયો

Sep 05, 2012 Supplements > Nakshatra
 
comment     E-Mail     Print    
 
Viewed: 25948
Rate: 2.4
Rating:
Bookmark The Article

કવર સ્ટોરી - જ્યોતિષાચાર્ય મનહરપ્રસાદ ભાવસાર

મેષ રાશિ

  • કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં.
  • હાથીદાંતમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ જાતક માટે હાનિકારક છે.
  • લાલ રંગના રૂમાલનો હંમેશાં ઉપયોગ કરવો.
  • સાંજ ઢળતાં ઘઉં અને ગોળ બાળકોને વહેંચવાં.
  • જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
  • સાધુ-સંતો, માતા અને ગુરુજીની સેવા કરવી.
  • સદાચારનું સદૈવ પાલન કરવું.
  • ગળી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
  • પ્રાંગણમાં લીમડાનું વૃક્ષ ઉછેરવું.
  • રાત્રે સૂતી વખતે ઓશિકા પાસે એક પ્યાલામાં પાણી ભરીને મૂકવું. સવારે આ જળને કોઈ ફૂલછોડના ક્યારામાં નાખી દેવું.
  • પુત્ર-રત્નના જન્મ દિવસે નમકીન વસ્તુ વહેંચવી.
  • વૈદિક નિયમોનું હંમેશાં પાલન કરવું.
  • બહેન-દીકરી અને ફોઈને ઉપહારમાં મીઠાઈ આપવી.
  • ગળી રોટલી ગાયને ખવડાવવી.
  • વિધવાઓને મદદ કરવી અને તેમના આશીર્વાદ મેળવવા.

વૃષભ રાશિ

  • પરસ્ત્રીની સોબત કરવી નહીં.
  • મગની દાળનું દાન કરવું.
  • શનિવારે સરસિયું, અળસી અથવા તલના તેલનું દાન કરવું.
  • અર્ધાંગિનીને દરરોજ કંઈક ને કંઈક વસ્તુ આપવી.
  • શુક્રવારના દિવસે ઉપવાસ કરવો.
  • દૂધ, દહીં, ઘી અને કપૂર ધર્મસ્થાનો પર ચઢાવવાં.
  • વસ્ત્રોમાં અત્તર વગેરેનો ઉપયોગ કરવો.
  • ગૌ-દાન કરવું.
  • ચોખ્ખાં અને બહુ જૂનાં ન હોય તેવાં કપડાં ધારણ કરવાં.
  • નવાં પગરખાં જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનાઓમાં ખરીદવાં નહીં.
  • ચાંદી અથવા પ્લેટિનમના વેઢલા ધારણ કરવા.
  • ચોખા અથવા ચાંદીમાંથી એક વસ્તુ હંમેશાં પાસે રાખવી.
  • ચાંદીનો ટુકડો લીમડાના વૃક્ષ નીચેની જમીનમાં દાટવો.
            જુઠ્ઠી સાક્ષી પૂરવી નહીં.
  • કોઈની સાથે દગાબીજી કરવી નહીં.
  • ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો.

મિથુન રાશિ

  • તામસિક ભોજનનો ત્યાગ કરવો.
  • માછલીઓને બંધનમુક્ત કરવી.
  • ફટકડી દ્વારા દાંત સાફ કરવા.
  • પાલતુ પશુ-પક્ષી પાળવા નહીં.
  • ચોખા અને દૂધ ધર્મસ્થાનોમાં ચઢાવવાં.
  • માતા તથા બાર વર્ષથી નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
  • મગ પલાળીને કબૂતરોને ખવરાવવા.
  • પોપટ, ઘેટું, બકરી વગેરે પાળવા નહીં.
  • સૂર્યની વસ્તુઓનું દાન કરવું.
  • ગુરુ સાથે સંબંધિત ઉપાય દરેક કાર્યમાં સફળતા અપાવશે.
  • ઘરમાં મની પ્લાન્ટ ઉગાડવો નહીં.
  • વાદળી કે તેના જેવા લાગતા રંગોનો ઉપયોગ કદી કરવો નહીં.
  • જમણા હાથમાં ચાંદીનો વેઢલો ધારણ કરવો.
  • માટીના વાસણમાં દૂધ ભરી તે નિર્જન સ્થાનમાં દાટવું.
  • લીલા રંગની શીશીમાં ગંગાજળ ભરી તે સૂમસાન જગ્યાએ દાટવું.

કર્ક રાશિ

  • નદી પાર કરતી વખતે તેમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
  • માતા પાસેથી ચાંદી અને ચોખા મેળવીને તેને પોતાની પાસે રાખવા.
  • પલંગમાં તાંબાની ખીલી જડવી.
  • ચાંદીના વાસણમાં દૂધ અને પાણી પીવાં.
  • ઘરના પાયામાં ચાંદીનો ટુકડો દાટવો.
  • ચોખા, ચાંદી, દૂધ વગેરે દીકરી અથવા સંતાનને આપવાં.
  • ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરવું.
  • દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને કન્યાદાનમાં ઉપયોગી સામાન આપવો.
  • સફેદ વસ્તુઓમાંથી બનેલી વસ્તુઓનો વ્યાપાર કરવો નહીં.
  • માતાની સલાહનું પાલન કરવું.
  • ધાર્મિક પ્રસંગોને હંમેશાં કાર્યનું રૂપ આપવું.
  • ઘરમાં સસલું પાળવું નહીં.
  • સદાચારનું હંમેશાં પાલન કરવું.
  • પિતૃઓના નિમિત્તનું ભોજન પંખીઓને ખવરાવવું
  • જો આપ ડોક્ટર હો તો રોગીઓને મફત દવા આપવી.

સિંહ રાશિ

  • ઘરના છેલ્લા ભાગના જમણા તરફનો રૂમ અંધારિયો રાખવો.
  • ઘરમાં હેન્ડપમ્પનો ઉપયોગ કરવો.
  • ચોખા, ચાંદી અને દૂધનું દાન કરવું.
  • મફતની કોઈ વસ્તુ કોઈની પાસેથી સ્વીકારવી નહીં.
  • અખરોટ અને નાળિયેરનું તેલ ધર્મસ્થાનોમાં આપવું.
  • માતા અને દાદી પાસેથી આશીર્વાદ મેળવવા.
  • સુરદાસ (અંધ વ્યક્તિ)ને ભોજન કરાવવું.
  • નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
  • તાંબાનો સિક્કો ખાખી દોરામાં પરોવીને ધારણ કરવો.
  • પોતાના વચનનું પાલન કરવું.
  • વૈદિક અને સદાચારના નિયમોનું પાલન કરવું.
  • સાળા, જમાઈ અને ભાણેજની સેવા કરવી.
  • લાલ માંકડાને ગોળ-ઘઉંનું ભોજન કરાવવું.
  • ચાંદી અથવા તેમાંથી બનેલી વસ્તુ હંમેશાં પાસે રાખવી.

કન્યા રાશિ

  • દીકરીને પ્રેમ અને સ્નેહ આપવાં.
  • પન્ના રત્ન ધારણ કરવું.
  • પુત્રીને ચાંદીની નથણી પહેરાવવી.
  • છત પર વરસાદનું જળ કોઈ પાત્રમાં રાખવું.
  • નવાં વસ્ત્ર ધારણ કરતાં પહેલાં તેને નદીના જળથી ધોવાં.
  • લીલા રંગનો રૂમાલ પાસે રાખવો.
  • ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો નહીં.
  • ઘરમાં તુલસીનો છોડ રાખવો, પરંતુ મની પ્લાન્ટનો છોડ ઉછેરવો નહીં.
  • નશીલાં દ્રવ્યોનું સેવન કરવું નહીં.
  • શનિ ગ્રહ સંબંધી ઉપાય કરવો.
  • પહોળાં પાનવાળાં વૃક્ષ ઘરમાં ઉછેરવાં નહીં.
  • ઢાંકણ સાથેનો ઘડો નદીમાં પ્રવાહિત કરવો.
  • ભૂરા રંગનો કૂતરો પાળવો નહીં.
  • દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને નાની કન્યાઓના આશીર્વાદ મેળવવા.
  • આપેલા વચનને યાદ રાખવું અને તેનું પાલન કરવું.
  • કોઈને પણ અપશબ્દ કહેવો નહીં.
  • કોઈની ઉપર ક્રોધ કરવો નહીં.
  • બુધવારના દિવસે ઉપવાસ કરવો.
  • લીલી વસ્તુઓ નદીના જળમાં પ્રવાહિત કરવી.

તુલા રાશિ

  • પોતાના હિસ્સામાંથી થોડું ભોજન પશુ-પક્ષીઓ અને ગાયને ખવડાવવું.
  • સાસુ-સસરા પાસેથી ચાંદી અથવા તેની કોઈ વસ્તુ મેળવીને પોતાની પાસે રાખવી.
  • પત્નીએ હંમેશાં કપાળે ચાંલ્લો કરી રાખવો.
  • ચાર પગવાળાં જાનવરોને પાળવાં.
  • ઈશ્વર પર શ્રદ્ધા રાખવી.
  • માખણ, બટાકા, દહીં વગેરેનું દાન કરવું.
  • ઘરમાં સંગીત, વાદ્ય અને નૃત્યનો પરિત્યાગ કરવો.
  • વૈદિક નિયમોનું પાલન કરવું.
  • દરરોજ ગાયને ઘાસ નાખવું.
  • સ્ત્રીનું હંમેશાં સન્માન કરવું.
  • સફેદ ગાયને બાદ કરતાં અન્યને ઘાસ આપવું.
  • પરમાત્માના નામે કોઈ દાનનો સ્વીકાર કરવો નહીં.
  • ધર્મસ્થાનોએ જઈને પ્રાર્થના કરવી.
  • ઘરના પાયામાં ચાંદી અને મધ દાટવાં.

વૃશ્ચિક રાશિ

  • પીપળાનું અને વડનું વૃક્ષ કાપવું નહીં.
  • વેપારી હો તો કોઈની પાસેથી ઉધાર માલ લેવો નહીં.
  • ભાભીની સેવા કરવી.
  • મોટા ભાઈની અવગણના કરવી નહીં.
  • લાલ રૂમાલનો ઉપયોગ કરવો.
  • દૂધ ઉકાળીને પાત્રની બહાર ઢળે નહીં તેનું ધ્યાન રાખવું.
  • અલગ અલગ માટીનાં વાસણોમાં મધ અને સિંદૂર મૂકી ઘરમાં રાખવાં.
  • પ્રાતઃકાળે મધનું સેવન કરવું.
  • મંગળવારના દિવસે ઉપવાસ કરવો.
  • હનુમાનજીને સિંદૂર અને ચોખા ચઢાવવાં.
  • મધ, સિંદૂર અને મસૂરની દાળ નદીમાં પ્રવાહિત કરવી.
  • વડીલોની સેવા કરવી.
  • શુદ્ધ ચાંદીના વાસણમાં ભોજન કરવું.
  • લાલ ગુલાબ દરિયામાં પ્રવાહિત કરવાં.
  • ધર્મસ્થાને જઈ બૂંદી અને લાડુનો પ્રસાદ ધરાવીને વહેંચવો.

ધન રાશિ

  • ધર્મસ્થાનોમાં ઘી, દહીં, બટાકા અને કપૂરનું દાન કરવું.
  • ભિખારીને નિરાશ પરત ફરવા દેવો નહીં.
  • ગંગાજળનું સેવન અને તેનાથી સ્નાન કરવું.
  • તીર્થયાત્રા કરવી તીર્થયાત્રામાં અન્યને મદદરૂપ બનવું.
  • હંમેશાં સાચું બોલવું.
  • પીળો રૂમાલ હંમેશાં સાથે રાખવો.
  • પિતાના પલંગ અને કપડાંનો ઉપયોગ કરવો.
  • પીપળાના વૃક્ષને પાણી ચઢાવવું.
  • કોઈને ઠગવું નહીં.
  • ગુરુ, સાધુ તેમજ પીપળાનું પૂજન કરવું.
  • બૃહસ્પતિવાર (ગુરુવાર)ના દિવસે ઉપવાસ અને વ્રત કરવું.
  • હરિવંશ પુરાણનો પાઠ કરવો.
  • ચાંદીના વાસણમાં હળદર લગાવીને તેને પોતાની પાસે રાખવું.
  • ગરુડ પુરાણનો પાઠ કરવો.
  • બ્રાહ્મણ, સાધુ અને કુલગુરુની સેવા કરવી.

મકર રાશિ

  • વાંદરાની સેવા કરવી.
  • દૂધમાં ખાંડ ભેળવી વડના વૃક્ષના મૂળમાં સીંચવું.
  • ક્યારેય અસત્ય બોલવું નહીં.
  • ભૂરી ભેંસ પાળવી.
  • ઘરનો કોઈ ભાગ અંધારિયો રાખવો નહીં.
  • પૂર્વ દિશાવાળા મકાનમાં રહેવું.
  • કેતુ સંબંધી ઉપાય કરવા.
  • ભેંસ, કાગડાઓ અને મજૂરોને ભોજન આપવું.
  • નદીમાં તાંબાનો સિક્કો પ્રવાહિત કરવો.
  • કાળા નીલા રંગનાં કપડાં પહેરવાં નહીં.
  • હંમેશાં પોતાની પાસે સોનું અથવા કેસર રાખવું.
  • અખરોટ ધર્મસ્થાનમાં ચઢાવવાં અને થોડીક ઘરે લાવીને રાખવી.
  • ૪૮ વર્ષ પહેલાં ઘર બનાવડાવવું નહીં.
  • ચામડાં અને લોખંડમાંથી બનેલી વસ્તુઓ ખરીદવી નહીં.
  • માટીના વાસણમાં મધ ભરીને તે નિર્જન સ્થાને દાટી દેવું.

કુંભ રાશિ

  • પોતાની પાસે ચાંદીનો ટુકડો રાખવો.
  • મુખ્ય દ્વાર પર થોડું ઘણું અંધારું રાખવું.
  • છત પર ઈંધણાં મૂકવાં નહીં.
  • દક્ષિણ દિશાવાળા મકાનનો ત્યાગ કરવો.
  • મકાનના પાયા અથવા ઉંબરામાં ચાંદીનો તાર દાટવો.
  • ઘરના છેલ્લા ભાગની દીવાલ પર બારણું રાખવું નહીં.
  • શનિવારના દિવસે ઉપવાસ અને વ્રત રાખવું.
  • તેલનું દાન મંદિરમાં કરવું.
  • સરસિયાનું તેલ રોટલીમાં ચોપડીને તે રોટલી ગાયને ખવરાવવી.
  • ખિસ્સામાં નાની-નાની ચાંદીની ગોળીઓ રાખવી.
  • દૂધથી સ્નાન કરવું.
  • ઘઉં, ગોળ તથા કાંસાનું મંદિરમાં દાન કરવું.
  • ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો.
  • કેસર અથવા હળદરનું તિલક કરવું.
  • સોનાની વીંટી આંગળીમાં ધારણ કરવી.

મીન રાશિ

  • કોઈની પાસેથી દાન અથવા મદદનો સ્વીકાર કરવો નહીં.
  • પોતાના ભાગ્ય પર ભરોસો રાખવો.
  • રસ્તાની સામે કદી ખાડો રાખવો નહીં.
  • કેસર અને હળદરનું તિલક કરવું.
  • વયસ્કોની સેવા કરવી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો.
  • કોઈની સામે સ્નાન કરવું નહીં.
  • ધર્મસ્થાને જઈ પૂજા-અર્ચન કરવાં.
  • કુળ પુરોહિતના આશીર્વાદ મેળવવા.
  • પીપળાના વૃક્ષનું પૂજન કરવું.
  • માથા પર શિખા (ચોટલી) રાખવી.
  • સંતોની સેવા કરવી. સાથે ધર્મસ્થાનની સફાઈ પણ કરવી.
  • બૃહસ્પતિ (ગુરુ)ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું.
  • સ્ત્રીની સલાહથી વ્યાપાર કરવો.
  • મંદિરમાં વસ્ત્રદાન કરવું.
  • સોનાની કોઈ વસ્તુને પીળા વસ્ત્રમાં લપેટી તે પોતાની પાસે રાખવી.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com