Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:40:11 PM IST
 

પંચમહાલ,વડોદરા,ભરૂચ સહિત પાંચ જિલ્લા અતિશય વરસાદથી થયાં જળબંબાકાર, તસવીરો

Sep 06, 2012 Baroda > Panchmahal-Dahod
 
Tags:   Godhra Narmada Rain Monsoon comment     E-Mail     Print    
 
Viewed: 16910
Rate: 3.3
Rating:
Bookmark The Article

ગોધરા, 6 ઓગસ્ટ

બુધવારે રાત્રિએ ગોધરા સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં અવિરત પણે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પંચમહાલ જિલ્લાનાં કડાણા ડેમમાંથી અને ઉપરવાસનાં બજાજ સાગર ડેમમાંથી 2.61 લાખ ક્યૂસેક પાણી અને બનાસમાંથી 3.70 પાણી આવવા ઉપરાંત ગઈકાલે વરસાદનાં પગલે રૂરલ જળસપાટીમાં 26 ઈંચ જેટલો પાણીનો વધારો નોંધાયો છે.

મેધરાજાનાં સતત આગમનથી કડાણાનાં 16 ગેટ 10 ફૂટ ખોલી સુધી ખોલીને 3 લાખ ક્યૂસેક પાણી મહિસાગર નદીમાં પાણી છોડવામાં આવતાં જિલ્લાનાં ચાર પુલ પર પાણી ફરી વળતાં એ વિસ્તારોનો વાહનવ્યવહાર ખોરવાયો છે. તેની સાથે મહી નદી ગાંડીતૂર બનતાં પાણી બે કાંઠે વહેતાં પંચમહાલ, ખેડા, વડોદરા, આણંદ અને નડિયાદનાં કાંઠાનાં ગામોને સાવધ કરવામાં આવ્યાં છે. કદાચ, બપોર સુધી કડાણા ડેમમાંથી પાંચ લાખ ક્યૂસેક પાણી છોડવાની સ્થિતિ સર્જાઈ તેવું હાલનાં વરસાદી સ્થિતિ પરથી જણાઈ રહ્યું છે.

અવિરત વરસાદનાં પગલે ગોધરા શહેરનાં બોરાવા વિસ્તારમાં નીચાણવાળી સોસાયટીમાં પાણીનો ભરાવ થઈ જતાં કેટલાંક મકાનોમાં પાણી ફરી વળ્યાં છે, જ્યારે અતિશય વરસાદને લઈને દહેરાદૂન એક્સપ્રેસ અને દૂરંતો એક્સપ્રેસં બંને ટ્રેનોને મંગળ મહુડી પાસે પાણી ભરાઈ જતાં ગોધરા રેલ્વે સ્ટેશન પર થોભાવી દેવામાં આવી છે.  ગોધરા ઝાફરાબાદ વિસ્તારમાં પાણી ભરેલાં ખાડામાં બે ગાયો પડી જતાં તેનાં મોત થયાં છે. આજે જિલ્લામાં વહેલી સવારથી કડાકાધડાકા થતાં વીજળી પડી હોવાનું જણાયું છે, પરંતુ જગ્યાની માહિતી સાંપડી નથી.

























 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com